IND VS SA – ટીમને નસીબની પણ જરૂર હોય છે – કોચ રાહુલ દ્રવિડ

By: nationgujarat
27 Dec, 2023

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે તેમની ટીમને દક્ષિણ આફ્રિકાના વર્તમાન પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતવા માટે પણ થોડી નસીબની જરૂર પડશે. ભારતીય ટીમે 1992માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. જો કે, ટીમ છેલ્લા 31 વર્ષમાં તે દેશમાં આઠમાંથી એક પણ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં સફળતાનો સ્વાદ ચાખનાર ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં 23 ટેસ્ટમાં માત્ર ચાર જ જીત નોંધાવી છે.

સેન્ચુરિયન ટેસ્ટના પ્રથમ દિવસે  ટીમનો સ્કોર 208 રન પર 8 વિકેટ પડી છે. સૌથી વધુ કે.રાહુલ 70 રન કર્યા ભારતની શરૂઆત ટેસ્ટના પ્રથમ દિવસે સારી ન હતી સ્કોર 24 રનમાંમ જ ત્રણ વિકેટ પડી હતી. કોહલીએ માત્ર 38 રન કર્યા અને શાર્દુલ ઠાકુરે 24 રન કર્યા.

Fall of wickets: 1-13 (Rohit Sharma, 4.6 ov), 2-23 (Yashasvi Jaiswal, 9.4 ov), 3-24 (Shubman Gill, 11.1 ov), 4-92 (Shreyas Iyer, 26.6 ov), 5-107 (Virat Kohli, 30.6 ov), 6-121 (Ravichandran Ashwin, 34.6 ov), 7-164 (Shardul Thakur, 46.2 ov), 8-191 (Jasprit Bumrah, 54.3 ov)

સોથી વધુ પાર્ટનરસિપ કોહલી અને અય્યર વચ્ચે થઇ બંને 68 રન કર્યા ત્યાર પછી રાહુલ અને શાર્દુલ વચ્ચે 43 રન ની ભાગીદારી થઇ આજે બીજા દિવસે ટીમ ઇન્ડિયા બોલીગ આવી જશે. હવે જોવાનું એ છે કે ટીમ કેટલો સ્કોર કરી શકે છે. આજે બોલર પર દારોમદાર રહેશે.

દ્રવિડે બે મેચની શ્રેણીની શરૂઆતની મેચ પહેલા ‘સ્ટાર સ્પોર્ટ્સ’ને કહ્યું, ‘અમે ઘણી વખત નજીક આવ્યા છીએ અને અમે અહીં કેટલીક સારી ક્રિકેટ રમી છે. અમે કેટલીક મહત્વપૂર્ણ ક્ષણોમાં અમારું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યા ન હતા. ઘણી વખત અમને લાગ્યું કે જો ટીમે અહીં 40-50 વધુ રન બનાવ્યા હોત તો તેઓ વધુ પડકાર આપી શક્યા હોત.


Related Posts

Load more