દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચની ટી-20 સીરિઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાએ DLS પદ્ધતિને કારણે બીજી મેચ 5 વિકેટે જીતી હતી. આવી સ્થિતિમાં આફ્રિકા પાસે હાલમાં 1-0ની લીડ છે. ભારત હવે આ શ્રેણી જીતી શકે તેમ નથી. પરંતુ જોહાનિસબર્ગમાં યોજાનારી ત્રીજી ટી-20 જીતીને તે ચોક્કસપણે શ્રેણી ડ્રો કરવા માંગશે. તો ચાલો જાણીએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી ત્રીજી T20માં પિચનો મીજાજ કેવો હશે.
નિર્ણાયક મેચ 14 ડિસેમ્બર ગુરુવારે રમાશે જો ભારત જીતશે તો સિરિઝ બરાબર નહીતર હાર . જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં આ રોમાંચક મેચનું આયોજન કરવામાં આવશે. વોન્ડરર્સ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે મદદરૂપ સાબિત થાય છે. અહીં બેટ્સમેન ઘણા રન બનાવે છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. તે જ સમયે, વાદળછાયા વાતાવરણને કારણે ઝડપી બોલરોને પણ થોડી મદદ મળી શકે છે.
જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 26 T20 મેચ રમાઈ છે, જેમાંથી 13માં પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 13માં બીજા ક્રમે બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 171 રન છે જ્યારે બીજી ઈનિંગનો 145 રન છે.