ટીમ ઈન્ડિયા બુધવારે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી જીતવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે. 3 મેચની T20I સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે અને કેપ્ટન હાર્દિક પંડ્યા અહીં સિરીઝ જીતીને તેના કેપ્ટનશિપના રેકોર્ડને બહેતર રાખવા માંગે છે.
દરેકની નજર ભારતના પ્લેઈંગ-11 પર રહેશે, કારણ કે શુભમન ગિલ અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી આ સિરીઝમાં ફ્લોપ રહી છે. આવી સ્થિતિમાં, દરેકની માંગ છે કે પૃથ્વી શોને અહીં તક આપવી જોઈએ. પૃથ્વી શૉએ સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું છે, પરંતુ તે પ્લેઈંગ-11માં જગ્યા બનાવી શક્યો નથી.
શું કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમના પ્લેઈંગ-11માં ફેરફાર કરશે અને ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઈશાન કે શુભમનને બહાર બેસાડશે. આ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ આ પ્લેઈંગ-11 સાથે જીત મેળવી હતી.
સંભવીત ટીમ – શુભમન ગિલ, પૃથ્વી શો/ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શિવમ માવી, અર્શદીપ સિંહ