IND vs NZ 3rd T20: આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે ‘ફાઇનલ’ મેચ,

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટી-20 સીરિઝની નિર્ણાયક મેચ આવતીકાલે એટલે કે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્રણ મેચની આ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. આવી સ્થિતિમાં આવતીકાલે જે પણ જીતશે શ્રેણી તેના નામે થશે.

ટીમ ઈન્ડિયા બે વર્ષથી ટી-20 સીરિઝ હારી નથી

નોંધનીય છે કે ભારતીય ટીમ બે વર્ષથી એકપણ ટી20 સીરિઝ હારી નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લે જૂલાઈ 2021માં શ્રીલંકા દ્વારા તેમના ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં પરાજય મળ્યો હતો. શ્રીલંકાએ ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

પિચ રિપોર્ટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચોમાં રનનો વરસાદ થયો છે. 6 મેચની 12 ઇનિંગ્સમાં 10 વખત 150+ રન બનાવ્યા છે. આમાં 5 વખત ટીમોએ 180+નો સ્કોર પાર કર્યો છે. અહીં સૌથી વધુ સ્કોર 224 રનનો રહ્યો છે. અહીં ભારે વરસાદ પડે છે. બેટ્સમેનોની આ મદદરૂપ વિકેટ પર 1 ફેબ્રુઆરીએ રમાનારી મેચમાં રનનો ભારે વરસાદ થવાનો છે.

ટોસ કેટલો મહત્વનો હશે?

અત્યાર સુધી અહીં રમાયેલી 6 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે અને બાદમાં બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે. જોકે પાછળથી બેટિંગ કરનારી ટીમોએ મેચ જીતી હતી, પરંતુ તેઓ એકતરફી રીતે જીતી ગયા હતા. આવી સ્થિતિમાં અહીં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન, શુભમન ગિલ/પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, દીપક હુડા, ઉમરાન મલિક/શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe