IND vs NZ 1st T20 ભારત 21 રને હાર્યુ, અર્શદીપની છેલ્લી ઓવરે હરાવી મેચ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં નવ વિકેટે 155 રન જ બનાવી શકી હતી.

અર્શદીરે છેલ્લી ઓવરમાં 27 રન આપ્યા  જેના લીઘે ભારતને વઘુ રન ચેઝ કરવાના આવ્યા  છેલ્લી ઓવરમાં અર્શદીપે પહેલો જ બોલ નો બોલ નાખ્યો અને આખી ઓવરમાં લય માં જોવા જ ન મળ્યો  અર્શદીપ  જેનું કારણ છે જે ભારત 21 રન થી હાર્યુ જો અર્શદીપે છેલ્લી ઓવર સારી નાખ હોત તો કદાચ સ્થિતિ અલત હોત

ન્યૂઝીલેન્ડે પ્રથમ T20માં ભારતને 21 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 52 અને ડેરીલ મિશેલે અણનમ 59 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 155 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 47 રન અને વોશિંગ્ટન સુંદરે 50 રન બનાવ્યા હતા. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે.

હાર્દિકની કપ્તાનીમાં ભારતીય ટીમની આ બીજી હાર છે. આ પહેલા ટીમ શ્રીલંકા સામે હારી ગઈ હતી. તે જ સમયે, ભારતીય ટીમ લગભગ 15 મહિના પછી T20 ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ સામે હારી છે. આ મેચ પહેલા 31 ઓક્ટોબર 2021ના રોજ ભારતને આ ફોર્મેટમાં કિવી ટીમ પાસેથી છેલ્લી હાર મળી હતી. ત્યારપછી દુબઈમાં ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.

આ મેચમાં સૂર્યકુમાર અને સુંદર સિવાય ભારતીય બેટિંગ ફ્લોપ રહી હતી. સાત બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. આ સાથે જ ભારતીય બોલરોનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. અર્શદીપે ચાર ઓવરમાં 51 રન લૂંટી લીધા હતા. ઉમરાને એક ઓવરમાં 16 રન, માવીએ બે ઓવરમાં 19 રન અને હાર્દિકે ત્રણ ઓવરમાં 33 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe