જ્યારે ટીમ ઈન્ડિયાને ત્રણ મેચની ભારત અને ન્યૂઝીલેન્ડ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે વોશિંગ્ટન સુંદરને બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સુકાની રોહિત શર્માનો આ માસ્ટરપ્લાન સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં હિટ જણાશે. વોશિંગ્ટન અને આર અશ્વિન એક જ સ્ટાઈલના ખેલાડીઓ છે, તેથી સતત ચર્ચા થતી હતી કે શું આ નિર્ણય યોગ્ય છે? જ્યારે પુણે ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યો ત્યારે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ તેના પર સવાલો ઉઠાવ્યા હતા. ગાવસ્કરે કહ્યું કે ટીમ ઈન્ડિયા સુંદરને બેટિંગ માટે લઈ ગઈ છે કારણ કે તેની પાસે બોલિંગમાં કોઈ ખાસ રેકોર્ડ નથી. સુંદરે પ્રથમ દાવમાં સાત વિકેટ લઈને બધાને ચોકાવી દીધા
વોશિંગ્ટન સુંદર જે રીતે કિવી બેટ્સમેનોને રન માટે મહેનત કરાવી તે જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે રોહિત અને ગંભીર જ્યારે સુંદરને ટીમમાં સામેલ કર્યા ત્યારે તેઓ શું વિચારી રહ્યા હતા. રચિન રવિન્દ્ર ફરી એક વખત મોટી ઇનિંગ્સ રમવા માટે નજરે પડ્યો પરંતુ સુંદરે તેને 65 રનના સ્કોર પર આઉટ કર્યો અને આ રીતે કિવી ટીમના પતનનો પ્રારંભ થયો. આર અશ્વિને કિવી ટીમની પ્રથમ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ત્યારપછીની સાત વિકેટ સુંદરને ગઈ હતી.
અશ્વીને ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વીને 64 રનમા 3 વિકેટ જ્યારે સુંદરે 59 રનમા 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ, જાડેજા, અને આકાશદીપ ને કોઇ વિકેટ મળી નહી
Fall of wickets: 1-32 (Tom Latham, 7.5 ov), 2-76 (Will Young, 23.6 ov), 3-138 (Devon Conway, 43.2 ov), 4-197 (Rachin Ravindra, 59.1 ov), 5-201 (Tom Blundell, 61.6 ov), 6-204 (Daryl Mitchell, 63.3 ov), 7-236 (Glenn Phillips, 73.4 ov), 8-242 (Tim Southee, 75.1 ov), 9-252 (Ajaz Patel, 77.6 ov), 10-259 (Mitchell Santner, 79.1 ov) •