ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. લખનૌમાં આજે રવિવારે સિરીઝની બીજી ટી20 મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની આગેવાની સંભાળી રહેલા હાર્દિક પંડ્યા અને ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોની સ્થિતી સમાન છે. સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી અને ભારતે 21 રનથી તે ગૂમાવી દીઘી હતી. આમ સિરીઝમાં ભારત 0-1 થી પાછળ છે. આવી સ્થિતીમાં લખનૌમાં આજે ભારતે મેચ જીતવી જરુરી છે. ભારતની જીત શ્રેણી બરાબર કરી શકાશે. આ માટે ભારતીય ટીમ પુરો દમ લગાવી દેશે.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનો અગાઉ રાંચીમાં ફ્લોપ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરે ભારતીય ટીમને લક્ષ્ય તરફ આગળ વધારતી રમત રમી અડધી સદી નોંધાવી હતી. જોકે તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે અને જે બોલિંગ વિભાગમાં કરવામાં આવ્યો છે
ભારત અને ન્યુઝીલેન્ડની અંતિમ ઈલેવન
ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
ન્યુઝીલેન્ડ ટીમઃ મિશેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, ફિન એલન, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, ડેન ક્લેવર.