IND VS NZ -ન્યુઝિલેન્ડ ને ત્રીજી મેચ પહેલા મોટો ફટકો

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે ત્રીજી મેચ 22મીએ રમાવાની છે. શ્રેણીમાં પાછળ પડ્યા બાદ હવે ન્યુઝીલેન્ડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમસન ત્રીજી ટી20માંથી બહાર છે.

મળતી માહિતી મુજબ કેન વિલિયમસન મેડિકલ કારણોસર ત્રીજી T20 મેચમાં રમી શકશે નહીં. આ મેચ નેપિયરમાં 22 નવેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યે રમાશે.

કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટીમ સાઉથી ત્રીજી ટી20માં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે માર્ક ચેપમેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડના જણાવ્યા અનુસાર કેન વિલિયમસનની મેડિકલ એપોઇન્ટમેન્ટ છે, તે લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તે સમયપત્રક સાથે મેળ ખાતી ન હતી. કેન વિલિયમસન જો કે વનડે શ્રેણીમાં વાપસી કરશે.

તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે T20 સીરીઝની બીજી T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 191 રન બનાવ્યા હતા જેમાં સૂર્યકુમાર યાદવની 111 રનની ઇનિંગ સામેલ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 126 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 61 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe