દિવાળીના પર્વ પર આજે વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતનો સામનો નેધરલેન્ડ્સ સામે છે. આ ટુર્નામેન્ટની આખરી લીગ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિઝ પર છે.
શુભમન ગિલ 51 રન બનાવીને આઉટ થયો હતો. તેને પોલ વાન મીકરેને આઉટ કર્યો હતો. રોહીત શર્માં 47 રન પર છે હાલ ક્રીઝ પર કોહીલી અને શર્મા રમી રહ્યા છે.
રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે સૌરવ ગાંગુલી (465 રન) અને વિરાટ કોહલી (443 રન)ને પાછળ છોડી દીધા છે.
રોહિત શર્માએ આ વર્ષની પોતાની 59મી સિક્સર ફટકારી હતી. તે એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો. રોહિતે એબી ડી વિલિયર્સ (58 છગ્ગા)નો રેકોર્ડ તોડ્યો હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
નેધરલેન્ડ્સ: સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), વેગલી બારેસી, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, રોએલોફ વાન ડેર મેરવે, આર્યન દત્ત અને પોલ વાન મીકરેન.
બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી.