IND vs ENG Test 2 – ગીલ અને જાડેજાની ધમાકેદાર બેટીગ, ગીલ 150 + જાડેજા 66 રન

By: nationgujarat
05 Jul, 2025

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની બીજી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ રહી છે. આજે (5 જુલાઈ) આ મેચનો ચોથો દિવસ છે. બીજી ઇનિંગમાં ભારતીય ટીમનો સ્કોર 411 રનને થઇ ગયો છે અને 5 વિકેટ પડી ગઈ છે. રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ ની બેટીગ ધમાકેદાર રહી છે ગીલ 161 રન  કરી આઉટ થયો તો જાડેજા 66 રન કરી રમી રહ્યો છે.

મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 407 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગના આધારે ભારતીય ટીમને 180 રનની લીડ મળી હતી. હવે ચોથા દિવસની રમત ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે.

કરુણ નાયર પાસેથી મેચના ત્રીજા દિવસે સારું પ્રદર્શન કરવાની અપેક્ષા હતી, પરંતુ તે 26 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, ઓપનર કેએલ રાહુલે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 84 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 55 રન બનાવ્યા. રાહુલના આઉટ થયા બાદ, કેપ્ટન શુભમન ગિલ અને ઋષભ પંતે તોફાની બેટિંગ કરી. ચોથી વિકેટ માટે બંને વચ્ચે 110 રનની ભાગીદારી થઈ. પંતે માત્ર 58 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.


Related Posts

Load more