માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. પરંતુ આ મેચ ભારત માટે ઘણી રીતે ઐતિહાસિક રહી. પ્રથમ ઇનિંગમાં 669 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડ પાસે ભારત સામે 311 રનની લીડ હતી. જેના જવાબમાં ભારતીય ટીમને પહેલી જ ઓવરમાં બે ઝટકાનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિમાં, ભારત ઇનિંગ ગુમાવવાનું જોખમમાં હતું. પરંતુ કેએલ રાહુલ અને ગિલ વચ્ચેની 188 રનની ભાગીદારી અને પછી જાડેજા અને સુંદરની નીડર અને આક્રમક ઇનિંગે ઇંગ્લેન્ડને શ્વાસ રોકી દીધું. જાડેજા અને સુંદર બંનેએ અણનમ સદી ફટકારી.
પાંચમા અને છેલ્લા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 107 રન બનાવ્યા, જ્યારે સુંદરે અણનમ 101 રન બનાવ્યા.જો કે બંને ખિલાડી 90 ની આસપાસ હતા ત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટોકસે જાડેજાને કહ્યુ કે ચાલો હેન્ડ સેક કરી લઇએ ત્યારે જાડેજાએ કહ્યુ કે તે મારા હાથમા નથી મને મેસેજ નથી આપ્યો કેપ્ટેન કહેશે અને ત્યાર પછી ઇંગ્લેન્ડ બ્રુક અને રૂટને ઓવર આપી સરળતાથી 100 રન કરાવ્યા એટલે કે લેફટ હેન્ડ બેટર જાડેજા અને સુંદરે ઇંગ્લેન્ડ પાસે લગાન વસુલ કર્યુ ભલે ભારત મેચ ન જીત્યુ પણ ઇંગ્લેન્ડની શાન ઠેકાણે લાવી દીધી તેમને તો એમજ હતુ કે આજે તો મેચ જીતી જ લઇશુ. પહેલા જ સેશનમા રાહુલ અને ગીલ ની વિકેટ પડી ગઇ ઇંગ્લેન્ડને તો એમ જ હતુ કે હવે તો ટપોટપ વિકટ પડી જશે પણ જાડેજા અને સુંદરે જે ડિફેન્સ બેટીગ કરી તે જોરદાર હતી. પાંચમા દિવસે સુદર 101 અને જાડેજા 107 રન નોટઆઉટ રહ્યા જેવી સુંદરની સદી થઇ તે ભારતે મેચ ડ્રો કરાવી સુંદર અને જાડેજા આશરે 400 બોલ રમ્યા અને 208 રન કર્યા છે.
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 65 રન બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા હાલમાં ક્રીઝ પર છે. આ સાથે, તેણે ઇંગ્લેન્ડમાં પોતાના 1000 ટેસ્ટ રન પૂર્ણ કર્યા છે. તે જ સમયે, ઇંગ્લેન્ડમાં બોલિંગ કરતી વખતે, તેણે 34 વિકેટો લીધી છે. જાડેજા વિદેશી ધરતી પર ટેસ્ટમાં 1000+ રન અને 30+ વિકેટો બનાવનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બન્યો છે. તેની પહેલા, કોઈ પણ ભારતીય ઓલરાઉન્ડર કોઈપણ વિદેશી દેશમાં આવો ચમત્કાર કરી શક્યો ન હતો.
જાડેજાએ ટેસ્ટ શ્રેણીમાં બેટથી પોતાની તાકાત બતાવી
રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે તેણે 89 અને 69 રન બનાવ્યા હતા. આ પછી, ત્રીજી ટેસ્ટમાં પણ તેની બેટિંગ જોશમાં રહી. તેણે 72 રન અને 61 રનની ઇનિંગ રમી. તેણે ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 65 રન બનાવ્યા બાદ ક્રીઝ પર હાજર છે. તેણે અત્યાર સુધીમાં ટેસ્ટ શ્રેણીમાં કુલ ૪૧૧ રન બનાવ્યા છે. બેટિંગ કરતી વખતે તેણે એક અલગ છાપ છોડી છે.