IND vs ENG, 5th Test ઓવલમાં ટીમ ઈન્ડિયાની જીત, 6 રને મેચ જીત્યું, 5 મેચની શ્રેણી 2-2 થી ડ્રો રહી

By: nationgujarat
04 Aug, 2025

IND vs ENG, 5th Test Day 5 Live Score: લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર વિજય નોંધાવ્યો. આ જીત સાથે, 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 પણ પૂર્ણ થઈ ગઈ છે. આ શ્રેણી હવે 2-2 થી ડ્રો થઈ ગઈ છે. શ્રેણીની એક મેચ ડ્રો રહી હતી.આ મેચમાં ભારતે ઇંગ્લિશ ટીમને જીત માટે ૩૭૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમે તેની પહેલી ઇનિંગમાં ૨૨૪ રન બનાવ્યા હતા, પરંતુ ઇંગ્લેન્ડનો પહેલો ઇનિંગ ૨૪૭ રન સુધી મર્યાદિત રહ્યો હતો. એટલે કે યજમાન ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગના આધારે ૨૩ રનની થોડી લીડ મળી હતી. ત્યારબાદ ભારતીય ટીમે તેની બીજી ઇનિંગમાં ૩૯૬ રન બનાવ્યા હતા.


Related Posts

Load more