પાંચમા દિવસે લંચ સુધીમાં ઇંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવી લીધા છે. લંચ પહેલા જ ઇંગ્લેન્ડે કેપ્ટન બેન સ્ટોક્સની વિકેટ ગુમાવી દીધી, જેમણે 33 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા હવે જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. જેમી સ્મિથ 32 રન બનાવીને હજુ પણ ક્રીઝ પર છે. જો કે આજે વરસાદને કારણે મેચ મોડી શરૂ થઇ અને ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી આકાશે ઓલી પોપને અને બ્રોકના રૂપમા ભારતને સફળતા અપાવી હતી. 6 વિકેટ માટે સ્ટોક અને સ્મિથની જોડીએ ભારતીય બોલર્સને વિકેટ માટે હંફાવ્યા હતા અને બંને વચ્ચે 70 રનની ભાગીદારી થઇ હતી તે સમયે સુંદરે બેન સ્ટોકને એલબી કર્યો.
આજે અંતિમ દિવસ છે અને વરસાદની પણ શકયતા છે જેથી 4 વિકેટ હવે ભારત માટે મહત્વની છે જેથી ભારત ઇતિહાસ રચવાથી 4 વિકેટ નજીક છે. આકાશ દિપ અને સિરાજ સતત વિકેટ માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તે સિવાય પ્રસિદ્ધ અને જાડેજાને કોઇ ખાસ સફળતા મળી ન હતી પરંતુ સુંદરએ બેન સ્ટોકની વિકેટ લઇ કરોડો ભારતીય ફેન્સમા જીતની આશા જીવંત કરી છે.