IND vs ENG 5th Test Live: રોહિત બાદ શુભમન ગિલની પણ સદી, ભારતની 44 રનની લીડ

By: nationgujarat
08 Mar, 2024

રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારી છે. તેની સદી બાદ  શુભમન ગિલે પણ તેની સદી પૂરી કરી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. તેમની સદીના સમયે તેમના પિતા પણ હાજર હતા અને તેમણે ઉભા થઈને ખુશીથી તાળીઓ પાડી હતી.ભારતે ઈંગ્લેન્ડ પર લીડ મેળવી લીધી છે. શુભમને શોએબ બશીરના બોલ પર સિક્સ ફટકારીને ભારતને લીડ અપાવી હતી. હાલમાં ભારતનો સ્કોર એક વિકેટે 225 રન છે. શુભમન 79 રન અને રોહિત 85 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 121 રનની ભાગીદારી થઈ છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા.

રોહિત-શુભમન વચ્ચે સદીની ભાગીદારી

રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે સદીની ભાગીદારી થઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે બંને વચ્ચે ટેસ્ટમાં 100 કરતા વધુ રનની ભાગીદારી થઈ હોય. ભારતનો સ્કોર એક વિકેટે 206 રન છે. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડથી માત્ર 12 રન પાછળ છે. શુભમન 65 અને રોહિત 80 રન બનાવીને ક્રિઝ પર છે.


Related Posts

Load more