Related Posts
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજે એટલે કે બુધવાર, 23 જુલાઈના રોજ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ઇંગ્લેન્ડની ટીમ 2-1થી આગળ છે.
૨૪ વર્ષીય અંશુલ કંબોજને પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર કરી આ તક મળી. પસંદગીકારોએ આ યુવા બોલર પર વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારતના ઘણા સિનિયર ફાસ્ટ બોલરો (આકાશ દીપ અને અર્શદીપ સિંહ) ઘાયલ થયા પછી તેની એન્ટ્રી થઈ છે.
ભારતીય ટીમ – ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અંશુલ કંબોજ