ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની ત્રીજી મેચ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આજે (12 જુલાઈ) આ મેચનો ત્રીજો દિવસ છે. ઋષભ પંત 74 રન બનાવીને આઉટ થઈ ગયો છે. કેએલ રાહુલ 98 રન પર રમી રહ્યો છે. હવે બેટીગ માટે જાડેજા આવશે બ્રેક પડયો છે એટલે હવે રાહુલની સદી થશે કે કેમ તે જોવુ રોમાંચક રહેશે. હવે ભારતની લીડ લેવી મુશ્કેલ દેખાઇ રહી છે જો હવે વિકેટ પડી તો ભારત જલ્દી ઓલઆઉટ થઇ જાય તેવી સંભાવના છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની આ ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે 5 વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ભારતીય ટીમે 336 રનના મોટા માર્જિનથી જીત મેળવી હતી. હવે આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Fall of wickets: 1-13 (Yashasvi Jaiswal, 1.3 ov), 2-74 (Karun Nair, 20.2 ov), 3-107 (Shubman Gill, 33.1 ov), 4-248 (Rishabh Pant, 65.3 ov)