આજે ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ હતો આજના દિવસે પંત અને રાહુલે સારી બેટીગ કરી પરંતુ પંતની એક રન લેવાની ઉતાવળ ના કારણે તે રન આઉટ થયો. પંત સરસ બેટીગ કરતા હતો એક સમયે આશા હતી કે પંત અને રાહુલની જોડી ભારતને લીડ અપાવશે પણ આમ થયુ નહી. પંત 74 રનના સ્કોર પર રન આઉટ થઇ વિકેટ ફેકી દીધી હોય તેમ લાગ્યુ અને સામે રાહુલે 100 રન કરી સિરિઝમા બીજી સદી ફટકારી. પંતના આઉટ થયા પછી રાહુલ પણ 100 રન કરી આઉટ થઇ ગયો હતો તે સમયે લાગતુ ન હતુ કે ભારત ઇંગ્લેન્ડના સ્કોરની બરાબરી પણ કરી શકે ત્યારે જાડેજા અને નીતીશ રેડી વચ્ચે સારી ભાગીદારી થઇ અને રવિન્દ્ર જાડેજા સદી મારશે તેવી આશા ફેન્સને થઇ રહી હતી. જાડેજા અને પંત વચ્ચે 72 રનની મહત્વની ભાગીદારી જોવા મળી પણ નીતીશ રેડી લાંબી બેટીંગ કરી શક્યો નહી અને આઉટ થયા પછી તો વિકેટ ફટાફટ પડી હતી. જાડેજા અને સુંદર વચ્ચે 50 રનની ભાગીદારી થઇ હતી જાડેજા તેની સદીની નજીક હતો પણ દુર્ભાગ્યપુર્ણ કે તે 72 રન પર આઉટ થયો. આમ ભારતનો સ્કોર પહેલી ઇનીગમા 387 સુઘી પહોંચ્યો હતો.
Fall of wickets: 1-13 (Yashasvi Jaiswal, 1.3 ov), 2-74 (Karun Nair, 20.2 ov), 3-107 (Shubman Gill, 33.1 ov), 4-248 (Rishabh Pant, 65.3 ov), 5-254 (KL Rahul, 67.1 ov), 6-326 (Nitish Kumar Reddy, 94.3 ov), 7-376 (Ravindra Jadeja, 113.2 ov), 8-385 (Akash Deep, 116.1 ov), 9-387 (Jasprit Bumrah, 118.4 ov)
ઇંગ્લેન્ડના બેટરની બેટીગ માટે નાટક
ભારતની ઇનીગ પત્યા પછી ઇંગ્લેન્ડને આશરે 2 ઓવર રમવાની હતી પરંતુ ઇંગ્લેન્ડના ઓપરને બુમરાહની બોલીગમા નાટક કરતા કેપ્ટેન ગીલ થી લઇ બુમરાહ અને સિરાજ સહિત ટીમ ઇન્ડિયાના ખિલાડીઓ ગુસ્સે થયા હતા અને 5 બોલ વખતે તો હાથમા બોલમા વાગ્યાનુ નાટક કરી ફિસિયો બોલાવી ટાઇમ વેસ્ટ કરવાનુ નાટક પણ કર્યુ ત્યારે ગીલે પણ કહી દીધુ કે બોલીગનો સામનો કરો ડરો નહી.
ચોથા દિવસની રમત પર નજર
ઇંગ્લેન્ડનો સ્કોર 2 રન થયો છે ઇંગ્લેન્ડ એક જ ઓવર રમવામા સફળ રહ્યુ બેટરોએ બગાડેલા ટાઇમને કારણે બીજી ઓવર ન રમાઇ અને સ્તોર 2 રન થયો હતો હવે કાલે ઇંગ્લેન્ડ જેટલા રન કરશે તેટલો ટાર્ગેટ ભારતને ચેઝ કરવાનો આવશે જોવાનુ એ કે ચોથા દિવસે ટીમ ઇન્ડિયા કેટલી ઝડપી વિકેટ લે છે.