ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડસમા રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ભારત ગઇ કાલે હારી ગયુ. મેચ ભલે હાર્યા પણ આ મેચ લાંબો સમય સુઘી ટીમ ઇન્ડિયાને યાદ રહેશે. હાર પછી ટીમના ડ્રેસીગ રૂપમમાં મેચ કેમ હાર્યા,કોના કારણે હાર્યા,કયા ભુલ થઇ,કયારે મેચ હાથમાથી ગઇ તેના પર ઘણી ચર્ચા થશે આ સાથે ચાની કિટલી,પાનના ગલ્લે,સોશિયલ મીડિયામ ઘણી ચર્ચા થઇ રહી છે પરંતુ તમને ખબર નહી હોય કે ભારત જેટલા રનથી હારી ગયુ તેના કરતા ત્રણ ગણા વઘુ વઘારાના રન તો ઇંગ્લેન્ડને ગીફટ આપી દીધા.ભારતે ઇંગ્લેન્ડને બંને ઇનીંગ મળીને 63 રન વઘારાના આપ્યા અને અંતે ભારત 22 રને હાર્ય.
લોર્ડસ ટેસ્ટમા ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટીગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમા પહેલી ઇનીગમા 387 રન કર્યા હતા. જો રૂટે 104,કાર્સે 56,સ્મિથે51 રન કર્યા હતા. ભારતે વઘારાના 31 રન આપ્યા હતા. ભારતની પહેલી ઇનીગમા 387 રનમા સમેટાઇ જેમા ભારતને કોઇ લીડ મળી નહી.ભારતની બેટીગમા ઇંગ્લેન્ડે વઘારાના ફકત 12 રન જ આપ્યા હતા. ઇંગ્લેન્ડની બીજી ઇનીગ ફકત 192 રન પર સમેટાઇ ગઇ હતી જેમા ભારતીય બોલરોએ ગીફટ રૂપે 32 રન વઘારાના આપ્યા હતા. જીત માટે 193 રના ટાર્ગેટ ચેઝ કરી ન શક્યુ ભારત અને 170 રનમા ઓલઆઉટ થઇ ગયું.
ત્રીજી ટેસ્ટ મેચ હારી જતા ભારત સિરિઝમા પાછળ છે ઇંગ્લેન્ડ 2-1 થી આગળ છે. હવે ભારત આ બધી ભુલોથી શિખ લઇ ચોથી મેચમા જીત છે કે કેમ તેના પર ફેન્સની નજર છે.