IND Vs ENG: રાજકોટમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે. રાંચીમાં જસપ્રિત બુમરાહની જગ્યાએ મુકેશ કુમાર અથવા અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. જો કે જસપ્રીત બુમરાહ ધર્મશાલામાં યોજાનારી શ્રેણીની છેલ્લી મેચમાં ટીમમાં વાપસી કરશે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી રાંચી નહીં જાય. જસપ્રીત બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે. જોકે, જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ખેલાડીને રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે નહીં. જસપ્રીત બુમરાહના વર્કલોડને મેનેજ કરવા માટે ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં 80.5 ઓવર ફેંકી છે. જો કે, બુમરાહ આ શ્રેણીમાં ભારતનો સૌથી સફળ બોલર પણ છે અને તેણે 17 વિકેટ લીધી છે.
મુકેશ કુમાર ટીમ સામેલ થશે
પરંતુ આ શ્રેણી પહેલા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ શ્રેણીની તમામ 5 ટેસ્ટ મેચ નહીં રમે. મોહમ્મદ સિરાજને શ્રેણીની બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને તે રાજકોટ પરત ફર્યો હતો. મુકેશ કુમારને બીજી ટેસ્ટ બાદ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુકેશ કુમાર રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરશે. જસપ્રિત બુમરાહના સ્થાને મુકેશ કુમાર પ્લેઈંગ 11નો ભાગ બને તેવી શક્યતા વધુ છે. મુકેશ કુમાર ના રમવાના કિસ્સામાં ટીમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલનું ખેલ નિશ્ચિત છે.