IND VS ENG – ઇંગ્લેન્ડને 80 રનની લીડ , ઓલી પોપે ફટકારી સદી

By: nationgujarat
27 Jan, 2024

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આર અશ્વિને બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. ભારતીય સ્પિનરે જેક ક્રોલીને 31ના અંગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. લંચ બાદ ભારતે 113ના સ્કોર પર બેન ડકેટને આઉટ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. જસપ્રીત બુમરાહે 47ના અંગત સ્કોર પર વિકેટનો શિકાર કર્યો હતો. આ પછી બૂમ-બૂમે જો રૂટ (2)ના રૂપમાં મોટી માછલીને ફસાવીને મહેમાનોને બેકફૂટ પર લાવી દીધા છે. રવિન્દ્ર જાડેજાએ જોની બેયરસ્ટો (10)ને ક્લીન બોલ્ડ કર્યો હતો અને આર.અશ્વિને બેન સ્ટોક્સ (6)ને ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ત્રીજા દિવસનું પ્રથમ સેશન ઈંગ્લેન્ડના નામે રહ્યું હતું. આજે ઇંગ્લિશ બોલરોએ બોલિંગમાં માત્ર 15 રન ખર્ચીને ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતનો પ્રથમ દાવ 436 રન પર સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ મહેમાનોની ઉપર 190 રનની લીડ લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડે બીજા દાવમાં આક્રમક રમત રમી હતી. ચાના વિરામ બાદ સમાચાર અપડેટ થયા ત્યાં સુધી ઈંગ્લેન્ડે 56 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 270 રન બનાવ્યા હતા.

ઓલી પોપ 120 રન કરી નોટ આઉટ , ઇંગ્લેન્ડની બીજી બેટીંગનો સ્કોર Fall of wickets: 1-45 (Zak Crawley, 9.2 ov), 2-113 (Ben Duckett, 18.5 ov), 3-117 (Joe Root, 20.6 ov), 4-140 (Jonny Bairstow, 27.4 ov), 5-163 (Ben Stokes, 36.5 ov)


Related Posts

Load more