ગઇકાલે સુપર 8ની મેચ ભારત અને બાંગ્લાદેશ સામે રમાઇ હતી જેમા ભારતની બેટીંગ પ્રથમ હતી જો કે ભારતે મજબૂત સ્કોર ચેઝ માટે આપ્યો હતા પરંતુ ચિંતાની વાત એ છે કે ભારતના ટોપ ઓર્ડર બેટર સારુ પ્રદર્શન અને લાંબી રમત રમવામા નિષ્ફળ જાય છે. ભારતને ફિલ્ડીગમા પણ સુઘારો કરવો પડશે. બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાને જયારે વિકેટની જરૂરી હતી ત્યારે પંતે બુમરાહની ઓવરમા કેચ ડ્રોપ કર્યો હતો જો કે મહત્વની મેચોમા એક ભૂલ ફરી વિશ્વકપજીતવાનુ સપનુ રોળાી શકે છે. કુલદીપ યાદવે મહત્વની 3 વિકેટ લઇ ભારતની જીતની દાવેદારી મજબૂત કરી હકી યાદવે 4 ઓવરમા 19 રન 3 વિકેટ ઝડપી બાંગ્લાદેશને ચેઝથી દુર રાખ્યુ.
ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીની તમામ મેચો જીતી છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એન્ટીગુઆના નોર્થ સાઉન્ડમાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં સુપર 8 રાઉન્ડની ગ્રુપ 1 મેચ દરમિયાન ટીમને મજબૂત સ્કોર પર લઈ જવા માટે અડધી સદી રમી હતી. જોકે, મેચ સમાપ્ત થયા બાદ પંડ્યાએ નોકઆઉટ મેચ પહેલા ટીમની એક સમસ્યા તરફ ધ્યાન દોર્યું હતું, જે આવનારી મેચોમાં ખતરો બની શકે છે.
બાંગ્લાદેશ સામેની 50 રનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ જીતનો શ્રેય ટીમના પ્રયાસને આપ્યો હતો. સેમિફાઇનલ સ્ટેજ પહેલા ભારતની એક માત્ર સમસ્યાને હાઇલાઇટ કરતાં તેણે કહ્યું કે ટીમે બંચમાં વિકેટ ગુમાવવાનું બંધ કરવાની જરૂર છે.
હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું, “મને લાગે છે કે અમે ખૂબ સારું ક્રિકેટ રમ્યા. અમે એકજૂથ થઈને પ્રદર્શન કર્યું અને અમારી યોજનાઓને સારી રીતે અમલમાં મૂકી.” તેમણે કહ્યું, ”કેટલાક સંજોગોમાં દરેકે આગળ વધીને જવાબદારી લેવી પડે છે. મને સમજાયું કે બેટ્સમેનો પવનનો ઉપયોગ કરવા માગે છે. એક જૂથ તરીકે અમે ઘણાં ક્ષેત્રોમાં સુધારો કરી શકીએ છીએ, નિયમિતપણે વિકેટ ગુમાવવી એ એવી વસ્તુ છે જે આપણે સુધારી શકીએ છીએ અને વધુ સારું કરી શકીએ છીએ, તે સિવાય અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ.
પંડ્યાએ તેની બોલિંગના સંદર્ભમાં જણાવ્યું હતું કે, “મારે એ રીતે બોલીંગ કરવાની હતી તે હવા વાળી જગ્યા પર બેટરને શોટ ન મારવા દઉ, તે બેટ્સમેન કરતાં એક ડગલું આગળ રહેવા માગતો હતો.”