બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ આજે (26 ડિસેમ્બર)થી મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ (MCG) ખાતે રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 250 રનની નજીક છે. મિશેલ માર્શ- સ્ટીવ સ્મિથ ક્રિઝ પર છે. અત્યાર સુધી સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ આઉટ થયા છે.
5 ટેસ્ટ મેચોની આ શ્રેણી 1-1 થી બરાબર છે. ભારતે પર્થ ટેસ્ટ 295 રને જીતી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી, જ્યારે બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમે 2018 અને 2020માં મેલબોર્નમાં રમાયેલી બંને ટેસ્ટ મેચ જીતી છે. આવી સ્થિતિમાં તેની પાસે અહીં હેટ્રિકની તક હશે. 2018માં ભારતીય ટીમે અહીં 137 રનથી જીત મેળવી હતી, જ્યારે 2020માં 8 વિકેટે જીત મેળવી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. 19 વર્ષના નવોદિત સેમ કોન્સ્ટાસે જસપ્રિત બુમરાહ સામે કેટલાક શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. ઇનિંગ્સની સાતમી ઓવરમાં, કોન્ટાસે જસપ્રીત બુમરાહ સામે બે ચોગ્ગા અને સ્વીચ હિટ દ્વારા એક સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ 11મી ઓવરમાં બુમરાહના બોલ પર કોન્સટસે કુલ 18 રન બનાવ્યા હતા. કોન્સ્ટાસે પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી અને માત્ર 52 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. જો કે આ પછી કોન્સ્ટાસ જાડેજાની સ્પિનમાં કેચ થયો અને 60 રન બનાવી આઉટ થયો.
જો કે આ પછી ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેને સાવધાનીપૂર્વક રમી હતી અને બંનેએ 65 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બુમરાહ ફરી એકવાર ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો અને તેણે ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો. આ પછી, ભારતીય ટીમને ફરીથી ત્રીજી વિકેટ લેવા માટે લાંબી રાહ જોવી પડી, પરંતુ આ મેચમાં રમી રહેલા વોશિંગ્ટન સુંદરે માર્નસ લાબુશેનને પોતાની સ્પિનથી ફસાવી દીધો. 237ના સ્કોર પર લાબુશેન 72 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ટ્રેવિસ હેડ 0 રને બુમરાહ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. જ્યારે હેડ આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 240/4 થઈ ગયો હતો.
1-89 (सैम कोंस्टास, 19.2 ओवर), 2-154 (उस्मान ख्वाजा, 44.1 ओवर), 3-237 (मार्नस लाबुशेन, 65.1 ओवर), 4-240 (ट्रेविस हेड, 66.3 ओवर)