ભારત અને ઓસ્ટ્રલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થમા રમાઇ હતી જેમા ભારતે ઐતિહાસીક લીડ સાથે જીત મેળવી હતી. હવે બીજી ટેસ્ટ મેચ એડલીડમા રમાવાની છે. આંગળીમાં ઈજાના કારણે શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. હવે તેમની સીરીઝની બીજી ટેસ્ટ રમવા પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે, જેમાં ત્રીજા નંબરના બેટ્સમેન ગિલને રમવામાં ભારતને મુશ્કેલી પડી રહી છે.
પર્થમાં રમાયેલી શ્રેણીની શરૂઆતની ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ દરમિયાન સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે ગિલને આંગળીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે પર્થ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને હવે તેની એડિલેડ ટેસ્ટ પણ શંકાસ્પદ લાગી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગિલ બે દિવસીય પ્રેક્ટિસ મેચમાંથી પણ બહાર થઈ શકે છે. એક સ્ત્રોત કહે છે –
તાજેતરમાં જ મુંબઈ અને ભારતના ભૂતપૂર્વ પસંદગીકાર જતિન પરાંજપેએ કહ્યું હતું કે ગિલ ઈજાના કારણે બે કે ત્રણ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. ગિલ એડિલેડ ટેસ્ટ રમવા અંગે અંતિમ નિર્ણય મેચ નજીક આવતા જ લેવામાં આવશે. જોકે, ગિલ જ્યાં સુધી સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય ત્યાં સુધી બેટિંગ નહીં કરે.
શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી છતાં ભારતે પ્રથમ ટેસ્ટ 295 રનના વિશાળ માર્જિનથી જીતી હતી. પર્થ ટેસ્ટમાં ગિલના સ્થાને દેવદત્ત પડિક્કલ આવ્યો હતો, પરંતુ તેનું બેટ ચાલ્યું ન હતું. તેણે પ્રથમ દાવમાં શૂન્ય રન અને બીજા દાવમાં માત્ર 25 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત પોતાના બાળકના જન્મને કારણે ટીમ ઈન્ડિયામાં મોડો જોડાયો હતો. તેણે પિંક બોલ ટેસ્ટની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તે એડિલેડ ટેસ્ટમાં વાપસી કરશે.