Related Posts
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે (22 સપ્ટેમ્બર) છે. બીજી વનડે 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં અને 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા આ સીરીઝ જીતે છે તો તે ICC રેન્કિંગમાં નંબર વન ટીમ બની જશે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય સ્પિનર કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા પ્રથમ બે મેચ નહીં રમે. આ મેચમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ રમી રહ્યા નથી.
ભારતની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.