IND vs AUS:ભારત અને પાકિસ્તાન સામેની સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે

By: nationgujarat
14 Oct, 2024

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની આગામી વનડે શ્રેણી અને ભારત A સામેની બે ચાર દિવસીય મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમોની જાહેરાત કરી છે. કેપ્ટન પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યા છે, જ્યારે મિચ માર્શ અને ટ્રેવિસ હેડ બંને પિતૃત્વ રજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા. દરમિયાન કેમેરોન ગ્રીન સર્જરીના કારણે બહાર છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા A ટીમ આ મહિનાના અંતમાં ભારત A સાથે શ્રેણી રમશે. તે જ સમયે, આગામી મહિને પાકિસ્તાન સામે વનડે શ્રેણી રમાશે.

સ્ટીવ સ્મિથ ચોથા નંબર પર ઉતરી શકે છે
ભારત વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા પાકિસ્તાન સામેની આગામી સિરીઝ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કેમરૂન ગ્રીનની બાદબાકીને કારણે ઓસ્ટ્રેલિયાના ટોપ-6માં જગ્યા ખાલી છે. આવી સ્થિતિમાં તેની જગ્યાએ સ્ટીવ સ્મિથ ચોથા નંબર પર રમતા જોવા મળી શકે છે. આ સાથે જ ઉસ્માન ખ્વાજાને નવો ઓપનિંગ પાર્ટનર પણ મળશે.

ભારત A સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા A ટીમ
નાથન મેકસ્વીની (કેપ્ટન), કેમેરોન બેંક્રોફ્ટ, સ્કોટ બોલેન્ડ, જોર્ડન બકિંગહામ, કૂપર કોનોલી, ઓલી ડેવિસ, માર્કસ હેરિસ, સેમ કોન્સ્ટાસ, નાથન મેકએન્ડ્રુ, માઈકલ નેસર, ટોડ મર્ફી, ફર્ગસ ઓ’નીલ, જીમી પીયર્સન, જોશ ફિલિપ, કોરી રોચી, કોરી રોચી માર્ક સ્ટીકેટી, બ્યુ વેબસ્ટર.


Related Posts