IND VS AFG ભારતને 273 રનનો ટાર્ગેટ, AFG 272-8 વિકેટ

By: nationgujarat
11 Oct, 2023

વર્લ્ડ કપ 2023માં આજે ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલાં બેટિંગ લીધી અને 50 ઓવરમાં 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી બુમરાહે 39 રનમાં 4 વિકેટ લીઘી  અફગાનિસ્તાની સૌથી મોટી ભાગીદારી 121 રનની છે

Fall of wickets: 1-32 (Ibrahim Zadran, 6.4 ov), 2-63 (Rahmanullah Gurbaz, 12.4 ov), 3-63 (Rahmat Shah, 13.1 ov), 4-184 (Azmatullah Omarzai, 34.2 ov), 5-225 (Hashmatullah Shahidi, 42.4 ov), 6-229 (Najibullah Zadran, 44.2 ov), 7-235 (Mohammad Nabi, 44.6 ov), 8-261 (Rashid Khan, 48.1 ov)

Afghanistan  (50 ovs maximum)
BATTING R B M 4s 6s SR
c Thakur b Pandya 21 28 65 3 1 75.00
c †Rahul b Bumrah 22 28 31 4 0 78.57
lbw b Thakur 16 22 37 3 0 72.72
lbw b Kuldeep Yadav 80 88 128 8 1 90.90
b Pandya 62 69 82 2 4 89.85
lbw b Bumrah 19 27 52 1 0 70.37
c Kohli b Bumrah 2 8 6 0 0 25.00
c Kuldeep Yadav b Bumrah 16 12 18 1 1 133.33
not out 10 12 22 2 0 83.33
not out 9 8 8 1 0 112.50
Extras (b 2, lb 3, nb 2, w 8) 15
TOTAL 50 Ov (RR: 5.44) 272/8

ઓમરઝાઈએ ​​62 રન બનાવ્યા
સેટ થયા બાદ અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​કુલદીપ સામે 3 અને જાડેજા સામે એક સિક્સર ફટકારી હતી. તે 62 રન બનાવીને આઉટ થયો હતો. તેને હાર્દિકે LBW આઉટ કર્યો હતો.

આવી રીતે પડી અફઘાનિસ્તાનની વિકેટ…

પહેલી: સાતમી ઓવરના ચોથા બોલે જસપ્રીત બુમરાહે ઑફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થમાં બોલ નાખ્યો, જેને ઈબ્રાહીમ ઝદરન ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ થોડો સ્વિંગ થયો અને એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

બીજી: 13મી ઓવરના ચોથા બોલે હાર્દિક પંડ્યાએ બાઉન્સર નાખ્યો, જેમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ ફાઇન લેગ પર હુક શોટ રમ્યો, તે શોટમાં કન્ટ્રોલ ના હોવાથી બાઉન્ડરી પર ઊભેલા શાર્દૂલ ઠાકુરે કેચ કરી લીધો હતો.

ત્રીજી: 14મી ઓવરના પહેલાં બોલે સ્ટમ્પમાં બોલ નાખ્યો, જેને રહમત શાહ ડ્રાઇ મારવા ગયો, પણ મિસ થઈ જતા LBW આઉટ થયો હતો.

ચોથી: 35મી ઓવરના ચોથા બોલે હાર્દિક પંડ્યાએ બોલ નાખ્યો, જેને અઝમતુલ્લાહ ઓમરઝાઈ શોટ રમવા ગયો, પણ મિસ થઈ જતા ઑફ સ્ટમ્પ પર અડ્યો અને બોલ્ડ થયો હતો.

પાંચમી: 43મી ઓવરના ચોથા બોલે કુલદીપે બોલ નાખ્યો, જેમાં હશમતુલ્લાહ શાહિદી રિવર્સ સ્વિપ શોટ રમવા ગયો, પણ તેનાથી મિસ થઈ જતા હશમતુલ્લાહ LBW આઉટ થયો હતો.

છઠ્ઠી: 45મી ઓવરના બીજા બોલે જસપ્રીત બમરાહે રાઉન્ડ ધ વિકેટ ફૂલર લેન્થ પર સ્લોઅર બોલ નાખ્યો, જેને નજીબુલ્લાહ ઝદરન કવર પરથી શોટ રમવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાથી કવર પરથી દોડીને વિરાટ કોહલીએ કેચ કરી લીધો હતો.

સાતમી: 45મી ઓવરના છેલ્લા બોલે બુમરાહે સ્ટમ્પ લાઇન પર ગુડ લેન્થમાં બોલ નાખ્યો, જેને નબીથી મિસ થઈ જતા તે LBW આઉટ થયો હતો.

આઠમી: 49મી ઓવરના પહેલાં બોલે બુમરાહે સ્લોઅર બાઉન્સર નાખ્યો, જેમાં રાશિદે પોઇન્ટ પરથી શોટ રમ્યો, જેમાં કવર પરથી કુલદીપે દોડીને આવીને બીજા અટેમ્પે કેચ કર્યો હતો.


Related Posts

Load more