વડતાલ ધામ સ્વા.મંદિરમાં ભીમએકાદશીએ દેવોને ૫૦૦ કિલો કેસર કેરીનો અન્નકુટ એવં કેસર-ચંદન તથા સુકામેવાના વાઘા

By: nationgujarat
07 Jun, 2025

વડતાલ ધામ :
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે મંદિરમાં બિરાજતા દેવોને તા.૭ જૂનને શનિવારના રોજ ભીમ એકાદશીના શુભદિને કેસર-ચંદન તથા સુકામેવાના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેવોને ૫૦૦ કિલો કેસર કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકગાશસ્વામીએ જણાવ્યું હતું કે પવિત્ર ભીમ એકાદશીને શનિવારના રોજ વડતાલ મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીના યજમાન પદે વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને ૫૦૦ કિલો કેસર કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સમગ્ર અન્નકુટનું આયોજન પૂ.શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.


Related Posts

Load more