બિહાર – નિતિશના નેતૃત્વમાં ચૂંટણી લડાશે, પણ મુખ્યમંત્રી ભાજપનો બને તેવા પ્રયાસ કરશે ભાજપ

By: nationgujarat
28 Feb, 2025

બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણીને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલના નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારના નેતૃત્ત્વમાં ચૂંટણી લડવામાં આવશે. પરંતુ ભાજપનું સંસદીય બોર્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે.

નવેમ્બર 2025માં ચૂંટણી યોજાવાની છે

બિહારમાં વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતાની રણનીતિ બનાવી રહ્યા છે.

દિલીપ જયસ્વાલે બિહાર વિધાનસભા ચૂંટણી બાબતે કહ્યું કે, વર્ષ 2025ની ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્ત્વમાં જ લડવામાં આવશે. પરંતુ ભાજપ સંસદીય બોર્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે.’ ભાજપના આ બેતરફી નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

જયસ્વાલના આ નિવેદને અનેક સવાલો ઉભા કર્યા છે. શું નીતિશ કુમાર બનશે આગામી સીએમ? જો NDA જીતશે તો શું તેઓ મુખ્યમંત્રી બનશે? આ પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે.

બિહાર વિધાનસભા સત્ર

બિહારમાં આજથી બિહાર વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. નીતિશ કુમારની સરકાર 2025-26નું બજેટ રજૂ કરશે. બજેટ સત્ર દરમિયાન બિહાર બીજેપી અધ્યક્ષના ‘CM ફેસ’ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. માનવામાં આવે છે કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આ મુદ્દો ઉઠાવશે અને નીતિશના નામ પર ભાજપ પર બોલશે.


Related Posts

Load more