કોર્પોરેશનની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. આજે તો હદવટી હોય તેમ રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે તેઓની સાથે થતા અન્યાય અને તેઓને નિશાન બનાવતા હોવાની હૈયા વરાળ ઠાલવી જો તેઓને દબાવવામાં આવશે તો જ તેઓને દબાવવામાં આવશે તો જાહેરમાં આત્મવિલોપનની કરવાની ચિમકી આપી છે.
રાત્રે વોટ્સઅપ ગ્રુપમાં મેયરની પોસ્ટથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. બુધવારે ભાજપના પ્રભારી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા છે ત્યારે જ આ ભડકો થયો છે. શહેર ભાજપ અને કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ગ્રુપિઝમ થઈ ગયા હોય તેમ સંગઠન અને નગરસેવકો સામસામે આવી ગયા છે. ભૂતકાળમાં પણ સંગઠનથી નારાજ નગરસેવકોએ છેક પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી ત્યાં આજે શહેર ભાજપના સોશિયલ મીડિયા વોટ્સઅપ ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે ભાજપ અને ભાજપના આગેવાનો પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી છે.શહેર ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે ભાજપમાં તેઓની નિષ્ઠા અને મેયરનું પદ કઈ રીતે મળ્યું, તેઓ 1978 થી જનસંઘમાં જોડાયા ત્યારથી થાંભલે થાંભલે ઝંડીઓ બાંધવાથી લઈ ભાજપના કાર્યકર તરીકે તેઓની કામગીરીને લઇ નહીં કે કોઈની લાગવગથી મેયર બનાવ્યા હોવાનું જણાવ્યું હતું .તદુપરાંત અમુક લોકો તેઓને નિશાન બનાવી રહ્યા હોવાની અને એક સિનિયર કાર્યકર્તા સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરતા હોવાની પણ હૈયા વરાળ ઠાલવી હતી.અંતમાં તેઓને ખોટી રીતે દબાવવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે તેઓ જાહેરમાં આપનો વિલોપન કરશે અને આપનો વિલોપન પહેલા તે કંઈકના રાજ ખોલશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ રાત્રે 11:30 એ મેયરની પોસ્ટથી ભાજપમાં હલચલ મચી ગઈ છે. અને તાત્કાલિક ગ્રુપ એડમીન દ્વારા તમામ પોસ્ટને ડીલીટ પણ મારવામાં આવી હતી.
ભાજપમાં સંગઠન અને ચૂંટાયેલા લોકો વચ્ચે ઘણા લાંબા સમયથી વિખવાદ ચાલે છે પૂર્વ પ્રમુખ અભય ચૌહાણની મેયર ભરતભાઈ નજીક હોવાથી તેમને કોઈ ગણતરીમાં લેવાતા ન હતા.લારી-ગલ્લા વિભાગમાં એક કર્મચારી ભ્રષ્ટાચાર કરી લોકોને કનડતો હોવાથી તેની સામે મેયરે ફરિયાદ કરતા વિવાદ વકરયો હોવાનું કહેવાય છે. મેયર સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી લારી-ગલ્લા બાબતે ભ્રષ્ટાચાર ન થાય તે પ્રકારનો મત ધરાવે છે.
ભાવનગરના મેયરને ભાજપના જ એક વોર્ડ પ્રમુખ અને એક મહિલા હોદ્દેદાર દ્વારા હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ ષડયંત્ર પાછળ ભાજપના જ મોટામાથાઓ સામેલ હોવાનું બહાર આવતા મેયર દુ:ખી થઈ ગયા છે.ભાજપના પ્રભારી રત્નાકરજી બુધવારે ભાવનગર આવી રહ્યા છે અને તેમની સમક્ષ મેયર ફરિયાદ કરવાના હોવાથી તેમને રોકવા માટે દબાણ થતા મેયરે આવેશમાં આવી ભાજપના સોશ્યલ મિડિયા ગ્રુપમાં પોસ્ટ મુકી હતી જોકે પાછળથી તે ડિલીટી કરવામાં આવી હતી. મેયર છેલ્લા ઘણા સમયથી ભાજપના એક ચોક્કસ જુથની નજરમાં ખટકી રહ્યા છે. બદલીઓ, કોન્ટ્રાકટ સહિતની બાબતમાં તેમની દખલગીરી ભાજપના એક જુથને નડતી હતી જેને કારણે પ્રથમ નાગરીક હોવા છતા વારંવાર તેમનું અપમાન થાય તેવા વર્તનથી વ્યથીત થયા છે.જો કે, કોર્પોરેશનની ચૂંટણીને હવે છ મહિના જ બાકી છે ત્યારે મેયર કોઇ ધડાકો કરશે તો અનેકની રાજકીય કારર્કિદીને અસર થશે.