ICSE-ISC બોર્ડનાં પરિણામો જાહેર:ધો.10માં છોકરીઓએ બાજી મારી,

By: nationgujarat
06 May, 2024

કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ ICSE 10મા અને ISC 12મા પરિણામ જાહેર કર્યા છે. કુલ 99.47% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cisce.org પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે. ગુજરાતમાંથી અંદાજિત 2 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

હવે પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

આ વર્ષે કુલ 99,901 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 98,088એ પરીક્ષા પાસ કરી હતી. ધોરણ 12માં પાસ થવાની ટકાવારી 98.19% રહી છે. જ્યારે ધોરણ 10માં પાસ થવાની ટકાવારી 99.47% રહી છે.અમદાવાદની તુલીપ ઈન્ટરનેશનલ શાળામાં ભણતા સ્નેહ સોની નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 92.6% આવ્યા છે. હું સવારે ઊઠીને ચાર કલાક ભણતો હતો ત્યારબાદ બપોરે બે કલાક અભ્યાસ કરતો હતો અને રાત્રે બે કલાક જેટલો અભ્યાસ કરતો હતો. પરીક્ષા સમયે ફોન મૂકી દીધી હતો. મારા પરિણામ માટે સ્કૂલ અને માતા-પિતાએ સારો સપોર્ટ કર્યો છે. સ્કૂલમાં ડાઉટ હોય તો શિક્ષક સપોર્ટ કરતા હતા. માટે હવે આગળ PCB લીધું છે એટલે મારે ડોકટર બનવું છે.ધનવી પંચોલી નામની વિદ્યાર્થીને જણાવ્યું હતું મારે 92.2% આવ્યા છે હું ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરતી હતી. ખોટી મહેનતમાં હું માનતી નથી. હું વિચારો સાથે જ અભ્યાસ કરતી હતી. મારા શિક્ષક અને માતા પિતાએ ખૂબ જ મહેનત કરી છે. મે PCM લીધું છે માટે આગળ એન્જિન્યરિંગ કરવાનો વિચાર છે.

તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલના ડાયરેકટર પ્રિન્સિપાલ અંજલી ક્વાટરાએ જણાવ્યું હતું કે ઓવરોલ પરિણામ સારું છે. અમારી સ્કૂલનું પરિણામ 100 ટકા આવ્યું છે. ગુજરાતના 1500થી 2 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અમદાવાદના 800 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

10માં 33% પાસિંગ માર્કસ, 12માં 35% પાસિંગ માર્કસ
પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ ICSEમાં ઓછામાં ઓછા 33% અને ISCમાં 35% માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. એવા વિદ્યાર્થી જે મિનિમમ માર્ક્સ સ્કોર નહીં કરી શકતા, તે ઈમ્પ્રુવમેન્ટ પરીક્ષામાં બેસી શકે છે.

2.5 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
આ વર્ષે, ISC ધોરણ 12ની પરીક્ષા 12 ફેબ્રુઆરીથી 2 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી. જ્યારે, ICSE ધોરણ 10ની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 28 માર્ચ વચ્ચે યોજાઈ હતી. આ વર્ષે 2.5 લાખથી વધુ ઉમેદવારોએ ISC અને ICSE બોર્ડની પરીક્ષા આપી હતી.

આ વર્ષે કમ્પાર્ટમેન્ટની પરીક્ષા લેવામાં આવશે નહીં
બોર્ડે માહિતી આપી છે કે આ વર્ષે વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની તક નહીં મળે. જો કોઈપણ વિદ્યાર્થી તેના ગુણ સુધારવા માગે છે, તો તેમણે સુધારણા પરીક્ષા માટે અરજી કરવાની રહેશે. ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષા જુલાઈ 2024માં લેવામાં આવશે અને વધુમાં વધુ 2 વિષયોમાં આપી શકાશે.

આ વર્ષે 2 પેપર મુલતવી રાખવામાં આવ્યા હતા
આ વર્ષની CISCE બોર્ડની પરીક્ષામાં બે પેપર મોકૂફ રાખવામાં આવ્યા હતા. ICSE 10મું રસાયણશાસ્ત્રનું પેપર 26મી ફેબ્રુઆરીએ લેવાનું હતું, પરંતુ 21મી માર્ચ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. વધુમાં, પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્રનું પેકેટ ખોવાઈ ગયું હોવાના અહેવાલ બાદ ISC 12માનું મનોવિજ્ઞાન પેપર મુલતવી રાખવામાં આવ્યું હતું. પરીક્ષા 27 માર્ચે યોજાવાની હતી જે 4 એપ્રિલે યોજાઈ હતી.

ગત વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી વધુ હતી
2023માં ધોરણ 12માં વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 96.93% હતી. આ પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓએ સારો દેખાવ કર્યો હતો. ધોરણ 12માં છોકરીઓની પાસ થવાની ટકાવારી 98.01% હતી, જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 95.96% હતી.

તે જ સમયે, ધોરણ 10માં વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 98.94% હતી. આ પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓએ સારો દેખાવ કર્યો હતો. ધોરણ 10માં છોકરીઓની પાસ થવાની ટકાવારી 99.21% હતી, જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 98.71% હતી.


Related Posts

Load more