ભારતીય કેપ્ટન રોહિત શર્મા કેપટાઉનની પિચથી નાખુશ દેખાતો હતો. બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિતે કહ્યું, ‘કેપટાઉનની પિચ ટેસ્ટ મેચ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી કોઈ ભારતીય પિચ વિશે ફરિયાદ ન કરે ત્યાં સુધી મને આવી પિચો પર રમવામાં કોઈ વાંધો નથી. ભારતમાં ટર્નિંગ ટ્રેકની ટીકા કરવામાં આવે છે.
તેણે કહ્યું, ‘વર્લ્ડ ફાઈનલની પિચ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જોકે એ મેચમાં એક બેટરે સદી પણ ફટકારી હતી. ICC અને મેચ રેફરીઓ માટે રેટિંગ માટે એક માપદંડ હોવા જોઈએ. ભારતે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં 7 વિકેટે જીત મેળવીને શ્રેણી 1-1થી સમાપ્ત કરી. આ મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ. આ દરમિયાન 33 વિકેટ પડી હતી
રોહિત વર્લ્ડ કપની ફાઈનલ પિચને સરેરાશ રેટિંગ આપવાથી ખુશ નથી
રોહિતે વધુમાં કહ્યું, ‘વર્લ્ડ કપ ફાઈનલની પિચને સરેરાશ રેટિંગ આપવામાં આવ્યું હતું. એ મેચમાં એક ખેલાડીએ સદી ફટકારી હતી. મને આશ્ચર્ય થાય છે કે અમદાવાદની પિચને કયા સ્કેલ પર રેટ કરવામાં આવી હતી.
તેણે કહ્યું, “હું મેચ રેફરીને વિનંતી કરું છું કે તે ત્યાં (પિચ પર) શું છે એના આધારે રેટિંગ કરે. પિચને દેશના આધારે રેટ કરવું જોઈએ. રેટિંગ માટે એક સ્કેલ હોવો જોઈએ અને મેચ રેફરી તટસ્થ હોવા જોઈએ. પિચને એ સ્કેલ પર જજ કરવી જોઈએ. ભારતમાં તમે પહેલા દિવસે ધૂળની વાત કરો છો, અહીં પણ તિરાડો હતી.
આવી પિચ પર રમવાનો પડકાર સ્વીકારો
રોહિતે કહ્યું, ‘એવું નથી કે તે આવી પિચો (કેપટાઉન) પર રમવાનો પડકાર સ્વીકારતો નથી. જો તમે ટેસ્ટ ક્રિકેટમાં ક્યાંય પણ આવો છો, તો તમે ફક્ત તમારી જાતને પડકારવા આવો છો. જ્યારે અમે આવા પડકારનો સામનો કરીએ છીએ ત્યારે તમે આવો અને એનો સામનો કરો. ભારતમાં પણ આવું જ થાય છે, પરંતુ, ભારતમાં જો પિચ પહેલા જ દિવસે પલટવા લાગે છે. ધૂળની ડમરીઓ અને ધૂળ વિશે લોકો વાતો કરવા લાગે છે !’ અહીંની પિચ પર ઘણી તિરાડ છે, પરંતુ લોકો એના પર ધ્યાન આપતા નથી.”
કેપટાઉન ટેસ્ટ મેચ 107 ઓવરમાં સમાપ્ત થઈ
કેપટાઉન ટેસ્ટ 107 ઓવરમાં સમાપ્ત થઈ. પિચ પર પહેલા દિવસથી જ બોલરોને મદદ મળી રહી હતી. બેર્ટ્સ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ઝડપી બોલરોએ 32 વિકેટ ઝડપી હતી. જ્યારે એક ખેલાડી રન આઉટ થયો હતો. જ્યારે રવીન્દ્ર જાડેજા અને કેશવ મહારાજને બોલિંગ કરવાની તક પણ મળી ન હતી. મેચના બીજા દિવસે (4 જાન્યુઆરી) ટીમ ઈન્ડિયાએ 12 ઓવરમાં 79 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો.
રોહિતે ટીમનાં વખાણ કર્યા
રોહિતે બીજી ટેસ્ટ જીતવા બદલ ટીમનાં વખાણ કર્યા અને કહ્યું કે અમે ખૂબ જ સારું કમબેક કર્યું. અમારા બોલરોએ બીજી ટેસ્ટમાં સારી બોલિંગ કરી અને ભારતે મેચ પર કબજો જમાવ્યો. હું સિરાજ, બુમરાહ, મુકેશ અને પ્રસિદને ક્રેડિટ આપવા માગું છું. થોડું પ્લાનિંગ કર્યું અને અમને ઈનામ મળ્યું. આપણે આપણી જાતને સંજોગોને અનુરૂપ બનાવી લીધી. અમે સારી બેટિંગ કરી અને લગભગ 100 રનની લીડ લીધી. જે રીતે છેલ્લી છ વિકેટ પડી એ જોવું સારું ન હતું.