સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ’:આવું કહેનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા

By: Nation Gujarat Team
09 Apr, 2026

AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ ચોટીલા વિધાનસભા લડી શકે છે.અગાઉ જ્યારે તેઓ AAPમાં હતા ત્યારે ડંફાસ મારતા હતા કે સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. હાલમાં તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે તેમનો આ ડંફાસ મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.રાજુ કરપડા ભાજપમાં જોડાતા જ તેમની સાથે જેલમાં રહેલા AAP નેતા પ્રવીણ રામે પ્રહાર કર્યો કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થઈ ગયો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.સુરતમાં AAP અને ભાજપના સામસામે કાર્યાલય ખૂલ્યા છે, તો રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા છે.

જોડાયા બાદ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે,હું 2017-18થી ખેડૂતોનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો ત્યાર બાદ 2021માં એક રાજકીય પાર્ટીની અંદર જોડાયો. એક સ્વપ્ન લઇ  નિકળ્યા હતા કે ખેડૂતોને સુખી સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે ગામડાઓની અંદર વસવાટ કરે અને મજબૂત સંગઠન બનાવી તેમના પ્રશ્નોને વાચા કેવી રીતે આપી શકાય. આ સ્વપ્ન જોયુ ચોક્કસ પાર્ટીમાં જોડાયો પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે લડાઇ લડવાની થઇ ત્યારે મજબૂતાઇથી ખેડૂતોનો અવાજ બની સૈરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાની અંદર કુદરતી આફત આવી હોય, કે અતિવૃષ્ટી આવી હોય તે તમામ મુદ્દે અવાજ ઉઠાવ્યા. હળદડ વાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણું મંથન કર્યુ ત્યારે એક વાત સમજાણી કે ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છીએ છીએ, ખેડૂતોને સમદ્ધી તરફ લઇ જવા છે તો સત્તા પક્ષ સામે રહી આંદોલન કરી, સરકારનો વિરોદ્ધ કરી ખેડૂતોનું હિત નહી કરી શકાય. ચોકક્સથી આપણો ચહેરો ચમકાવી શકાય,  પણ જે લોકોની પિડા નું કાયમી નિરાકરણ લાવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચઠાવી રજૂવાત કરી ખેડૂતોના હિત માટે પ્રયત્ન કરતા હોય તેવુ દેખાડવું તેના કરતા મને એવુ લાગ્યુ કે જો ખેડૂતોનું હિત કરવુ હોય તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવું હોય તો ભાજપાની સરકાર સાથે જોડાઇ ખેડૂતોને સમૃદ્ધ કરીએ

આવનાર દિવસો અંદર જે પાર્ટીમાં હું હતો ત્યારે દુખ સાથે કહેવું પડે છે કે મે પાંચ વર્ષ મફતમાં હાથીપણું કર્યુ અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો … બદલામાં જે મળ્યું તે ગુજરાતના ખેડૂતોએ જોયુ છે મારી વાત તો એટલી છે કે હું કોઇ પાર્ટીના મેડેન્ટ પર ચૂંટાઇને કોઇ પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઇએ. મે તો મફતમાં હાથીપણું કર્યુ હતું  શું કામ મારા પર આક્ષેપ કરો છો. ખેડૂત સંગઠનને મજબૂત કરી આવનાર દિવસમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે તેને વાચા આપી આજ ભાજપાની સરકાર પાસે ખેડૂતોના કામ થાય તેવી આક્ષેપા સાથે જોડાયો છું પોતાનો ચહેરો ચમકાવા કે રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય. રાજુ કરપડા માટે નૌટકી કરીને ચહેરો ચમકાવો  મહત્વનું નોહતું મારા માટે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે હતું. સૌરાષ્ટ્રમાં ખેડુત સંકલ્પ યાત્રા લઇને નિકળ્યો ત્યારે સ્ટેજ પરથી પુછયુ છે કે હું કોઇ પાર્ટીનો ખેસ ધારણ કરુ તો તમને વાંધો નથી ત્યારે ખેડૂતોએ બે હાથ ઉંચા કરીને વિશ્વાસ અપાવ્યો છે તે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ત્યા ખેડૂતોનું સારુ થશે.


Related Posts

Load more