શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ ટોરન્ટો કેનેડાના ૨૦ માં પાટોત્સવ પ્રસંગે . કેનેડીયન સરકારના ચુટાયેલ પ્રતિનિધિઓ સૌન ચેન અને રેમેન્ડ ચો દ્વારા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને કોઠારી પવન સ્વામીને પત્ર ૨૦ વર્ષની સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.. અને કહ્યું હતું કે. કેનેડાના વિકાસમાં તમે સંગઠિત રહીને વર્ષોથી યોગદાન આપી રહ્યા છો. હું વિશેષ ખુશી અનુભવું છું .. કારણકે મારા પિતાજી પણ કલકત્તાથી કેનેડા આવ્યા હતા..
આજથી વીસ વર્ષ પહેલા વડતાલ સંપ્રદાયના અનુયાયીઓએ એક યુનીટ ખરીદીને સત્સંગ ચાલુ કર્યો હતો.. જોતજોતામાં આજે વિસ વિસ વર્ષ થઈ ગયા છે.
૨૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સત્સંગિજીવનના વક્તાપદે શા શ્રીહરિગુણદાસજી સ્વામી ઉમરેઠ અને હનુમંત ચરિત્ર કથાના વક્તા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુરવાળા બિરાજમાન થયા હતા.. આ પ્રસંગે ૧૦૮ લાલજી મહારાજ શ્રી સૌરભપ્રસાદજી મહારાજ- ગાદિપતિના ધર્મપત્નીશ્રી પણ મહિલાઓને આશીર્વાદ આપવા આવ્યા હતા..
આ પ્રસંગે વડતાલથી ચેરમેનશ્રી ડો સંતવલ્લભદાસજી સ્વામીએ વડતાલની સેવા પ્રવૃત્તિઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, નિઃશુલ્ક હોસ્પિટલ- નિઃશુલ્ક છાત્રાલય. નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા અને અન્નક્ષેત્ર જેવા સેવા કાર્યો આપણી સંસ્થા દ્વારા થઈ રહ્યા છે.. આ મંદિર મોટુ બને , બાળ યુવા પ્રવૃત્તિ થાય , એ સમયની જરૂરિયાત છે.
આ પ્રસંગે શા રામદાસજી અમેરિકા . શાં વિવેકસાગરદાસજી સારંગપુર કોઠારી
શા સત્યપ્રકાશદાસજી – વડતાલ , માધવપ્રકાશ સ્વામી નાસિક . શા વિનયપ્રકાશદાસજી ધાંગધ્રા વગેરે ૨૦ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા..આ પ્રસંગે જતન જાગૃતભાઈ પટેલ વગેર યજમાનો , અતુલભાઈ પટેલ વગેરે ટ્રસ્ટીઓ અને કાર્યકરોનું અભિવાદન કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુ પવન સ્વામી કલાલી દ્વારા કરવામાં આવ્યુ હતુ, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવાયું છે