Honda Motor અને Nissan થઈ શકે છે મર્જ, બંને ટોયોટાને ટક્કર આપવા બનાવી રહ્યા છે મોટી યોજના

By: nationgujarat
19 Dec, 2024

Honda Motor અને Nissan મોટરમળીને ટોયોટાને ટક્કર આપવાનું વિચારી રહી છે. આ માટે બંને કંપનીઓ ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે. તેમાં હોન્ડા અને Nissanના મર્જરનો વિકલ્પ પણ સામેલ છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ આ વાત જણાવી. હોન્ડા અને Nissan ન માત્ર જાપાનમાં ટોયોટાને ટક્કર આપવા માંગે છે પરંતુ અન્ય દેશોમાં તેની સામે મોટો પડકાર પણ રજૂ કરવા માંગે છે. બંને કંપનીઓ વચ્ચે આ અંગેની વાતચીતના સમાચાર આવ્યા બાદ હોન્ડાના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શિંજી અવોયામાએ 18 ડિસેમ્બરે આ વિશે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે હોન્ડા મર્જર, કેપિટલ ટાઈ-અપ અને હોલ્ડિંગ કંપની બનાવવાની દરખાસ્ત સહિત અનેક વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ સમાચાર પછી 18 ડિસેમ્બરે Nissan મોટર કંપનીના શેરમાં 23.70 ટકાનો વધારો થયો હતો. હોન્ડાના શેરમાં 3.66 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હોન્ડા, ટોયોટા અને Nissan જાપાનની સૌથી મોટી કંપનીઓમાં સામેલ છે. તેમની કાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં વેચાય છે.આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે હોન્ડા અને Nissan વચ્ચે પ્રારંભિક વાતચીત ચાલી રહી છે. માહિતી આપનારા લોકોએ તેમના નામ જાહેર ન કરવાની શરતે આ વાત કહી, કારણ કે આ મામલો હજુ પણ ખાનગી સ્તરે ચાલી રહ્યો છે. આમાંથી એક વ્યક્તિએ કહ્યું કે એક વિકલ્પ નવી હોલ્ડિંગ કંપની બનાવવાનો છે, જેના હેઠળ બંને કંપનીઓના બિઝનેસ એકસાથે આવશે. આ સોદામાં મિત્સુબિશી મોટર્સ કોર્પનો સમાવેશ કરવા માટે આ ટ્રાન્ઝેક્શન વિસ્તૃત કરી શકાય છે. મિત્સુબિશી અને Nissan વચ્ચે પહેલેથી જ કરાર છે.


Related Posts

Load more