ક્રિકેટ ના ઇતિહાસમા ક્યારેય નહી જોયો હોય આવડો મોટો નો -બોલ

By: nationgujarat
23 Nov, 2024

જ્યારે પણ ક્રિકેટમાં નો બોલ અને મેચ ફિક્સિંગની વાત થાય છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓના મનમાં મોહમ્મદ આમિરનું નામ સૌથી પહેલા આવે છે. પાકિસ્તાનના આ ખેલાડીએ ઇંગ્લેન્ડ સામે જાણીજોઇને આવું કૃત્ય કરીને ક્રિકેટને કલંકિત કર્યું હતું, પરંતુ હવે UAEના બોલરો તેના કરતા એક ડગલું આગળ નીકળી ગયા છે. UAEમાં ચાલી રહેલી અબુ ધાબી T10 લીગ દરમિયાન યજમાન દેશના બોલર હઝરત બિલાલે આમિર કરતા મોટો નો બોલ નાખીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેની એક્શન જોઈને ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ખેલાડીઓ તેમજ મેદાન પર હાજર ફાફ ડુ પ્લેસિસ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અબુ ધાબી T10 લીગની 5મી મેચ ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ અને મોરિસવિલે સેમ્પ આર્મી વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન હઝરત બિલાલે માત્ર એક ઓવર નાખી અને આમાં તેણે ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો નો બોલ નાખ્યો. આ ઓવરમાં તેણે કુલ 9 રન ખર્ચ્યા.

હઝરત બિલાલના આ હરકતને કારણે  તેના પર મેચ ફિક્સિંગનો આરોપ લાગવા લાગ્યો હતો.

ગયા વર્ષે 2023 માં, ભારતીય બોલર અભિમન્યુ મિથુને ચેન્નાઈ બ્રેવ્સ વિ નોર્ધન વોરિયર્સની મેચ દરમિયાન જોરદાર નો બોલ ફેંકીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને તેના પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો હતો. અભિમન્યુ મિથુને ભારત માટે 4 ટેસ્ટ અને 5 વનડે રમી છે. આ ઝડપી બોલરને 2010માં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની કપ્તાનીમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો. મિથુને 4 ટેસ્ટમાં 9 અને 5 વનડેમાં 3 વિકેટ લીધી હતી.


Related Posts

Load more