શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પિઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ગુજરાત સ્થાપના દિવસ તથા આંતરરાષ્ટ્રીય શ્રમદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ૧લી મે ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. એટલે ૧લી મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. આજે ગુજરાત રાજ્યનો ૬૫ મો સ્થાપના દિનની ઉજવણી આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં રૂા. ૨૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે વડતાલ ગોમતી કિનારે આકાર લઇ રહેલ નૂતન અક્ષર ભુવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, આસી.કોઠારી શ્યામવલ્લભસ્વામી, ગુણસાગર સ્વામી, લોકેશ સ્વામી, તીર્થવલ્લભસ્વામી, ઘનશ્યામજીવનસ્વામી સહિત અક્ષર ભુવનમાં કામ કરતા શ્રમજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય મહારાજશ્રીએ સંતો તથા શ્રમજીવીઓને ગુજરાત સ્થાપના દિવસના અભિનંદન પાઠવી મોં મીઠુ કરાવ્યું હતું.
સાથેસાથે આજે ૧લીમે ગુરૂવારના રોજ આંતરરાષ્ટ્રીય શ્રમદિને વડતાલ ગોમતી કિનારે નિર્મણાધિન નૂતન અક્ષર ભુવન ખાતે શ્રમજીવીઓને પ્રોત્સાહિત કરવા આચાર્ય મહારાજે સૌ શ્રમજીવીઓને ફુલહાર પહેરાવી આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે ચેરમેન ડો.સંતવલ્લભસ્વામીએ જીવનજીવવા અને નિભાવ માટે શ્રમની જરૂર પડે છે શ્રમ-પુરૂષાર્થ વિના કશું પ્રાપ્ત થતું નથી. એટલે સકળ વિશ્વમાં શ્રમને મહત્વ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ દરેક શ્રમજીવીને મોં મીઠુ કરાવી વિશિષ્ટ ભોજન પ્રસાદ અર્પણ કર્યો હતો.