Related Posts
pakistan ceasefire violation:: કચ્છમાં ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. પણ ભારતે તેનો જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામની વાતો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાને સીઝ ફાયરનો ઉલ્લંઘન કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં વધુ એક ડ્રોન દેખાયા છે. જી હા..કચ્છના હરામીનાળા વિસ્તારમાં વધુ એક ડ્રોન દેખાયું છે.
કચ્છમાં ફરીથી બ્લેક આઉટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સીએમ ઓફિસમાંથી આદેશ છૂટ્યા છે. પાકિસ્તાની હરકતથી ફરીથી કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. કચ્છના નારાયણ સરોવરમાં એક ડોન 6:00 વાગે તેમ જ બીજું ડ્રોન 8:30 વાગે નીકળ્યું હતું. રાત્રે 8:30 વાગ્યાના ડોનની ઝડપ બહુ જ વધારે હતું અને તે જખૌ તરફ ગયું હતું.