કેનેડા જવા ઇચ્છો છો તો જાણો કે સૌથી વધુ કઇ ભાષા બોલાઇ છે.

By: nationgujarat
27 Oct, 2024

કેનેડામાં સૌથી વધુ બોલવામાં આવતી ભાષામાં ગુજરાતી ભાષા ધૂમ મચાવી રહી છે. ગુજરાતી એ કેનેડામાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વચ્ચે ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની ગઈ છે.

કેનેડાના સરકારી આંકડા અનુસાર, વર્ષ 1980થી લગભગ 87,900 ગુજરાતી ભાષી ઈમિગ્રન્ટ્સ કેનેડામાં વસી ગયા છે, જેમાં સૌથી વધારે 26 ટકા 2016 અને 2021ની વચ્ચે દેશમાં આવ્યા છે.

સૌથી વધારે પંજાબી લોકો

જોકે, સૌથી વધારે પંજાબી બોલનાર લોકો અહીં વસે છે, જેની સંખ્યા 75,475 આંકવામાં આવી છે. ત્યારબાદ હિન્દી બોલનારની સંખ્યા 35,170 હતી. વળી, ગુજરાતી ભાષા બોલનાર 22,935 ઈમિગ્રન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. જોકે, મલયાલમ 15,440 અને બંગાળી ભાષી લોકો 13,835 છે.

સૌથી તેજ વૃદ્ધિ

આંકડા પરથી જાણ થાય છે કે, એક દાયકામાં ગુજરાતી ઇમિગ્રન્ટ્સે મુખ્ય ભાષાકીય જૂથોમાં બીજા ક્રમે સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ 2011થી 2021 વચ્ચે 26 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જોકે,

પંજાબી બોલનારમાં 22 ટકા વૃદ્ધિ થઈ છે. આ સમયગાળા દરમિયાન હિન્દી બોલનારમાં 114 ટકાથી વધારે વૃદ્ધિ જોવા મળી હતી.

ગુજરાતના લોકોને પસંદ આવ્યું કેનેડા

ગુજરાતની એક અન્ય ભાષા કચ્છી પણ આ લિસ્ટમાં સામેલ છે. કચ્છી બોલનાર લોકોની સંખ્યા 2001થી 2010 વચ્ચે 460 થી ઘટની 2011થી 2021 વચ્ચે 370 થઈ ગઈ છે. 2011 બાદ ગુજરાતના લોકોને કેનેડા સૌથી વધારે પસંદ આવ્યું છે.


Related Posts

Load more