અમદાવાદઃ ગુજરાતના હવામાનની આગાહીમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ક્યાંય હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. બે દિવસ માટે ગુજરાતમાં ધૂળ ડમરીઓ ઉડે તેવું હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ રાજ્યમાં હવામાનની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની માહિતી આપી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
રાજ્યમાં સૌથી ઊંચું 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા (એરપોર્ટ)માં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, આજે અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ છે.
હવામાન વિભાગે તાપમાનમાં આજે તથા આવતીકાલ (19-20 એપ્રિલ) દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે પછી ફરી તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવનાઓ છે પરંતુ આ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથીહવામાન વિભાગે 19-20 એપ્રિલ એમ બે દિવસ માટે ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં આજે પૂર્વના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ નથી. પરંતુ આ પછી 20મી એપ્રિલે રાજ્યભરમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે