અમદાવાદ,સોમવાર
અમદાવાદ નજીક આવેલા જેતલપુરમાં આવેલા એક એસ્ટેટમાં કંપની પાણીની ટાંકીનું લીકેજ ચેક કરવા માટે લોંખડની સીડી લઇને દિવાલ પર મુકવા જતા સમયે સીડી હાઇટેન્શન વાયરને અડી જતા બે યુવકોના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવકોનો આબાદ બચાવ થયો હતો. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જેતલપુરમાં આવેલા આરાધના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત એક એન્જિનીયરીંગ કંપનીના ધાબાની ટાંકીમાંથી પાણી લીકેજ થતુ હોવાથી તે રીપેર કરવા માટે કંપનીમાં કામ કરતા અને દસ્ક્રોઇમાં રહેતા કૃત પટેલ અને ખેડાના લાલી ગામમાં રહેતા હિતેન્દ્ર પરમાર તેમજ અન્ય બે યુવકો સીડીને દિવાલ સાથે ટકાવવા માટે સીડીને ઉંચી કરી રહ્યા હતા. ત્યારે સીડી જીઇબીના હાઇટેન્શન વાયર સાથે અડી જતા હિતેન્દ્ર અને કૃત સ્થળ પર ઢળી પડયા હતા. જ્યારે અન્ય બે યુવકોનો બચાવ થયો હતો. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.