ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, તમામ અમદાવાદના રહીશ

By: Krunal Bhavsar
01 Jul, 2025

Gandhinagar News: ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. કાર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવતી સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કેનાલમાંથી કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે. પોલીસની હાજરીમાં કારની તપાસ કરવામાં આવતાં તમામ લોકો અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડિયાર નગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતીની ઓળખ ખુશી તરીકે કરવામાં આવી છે, જ્યારે યુવકનું નામ હર્ષ બારોટ છે. અન્ય એક મૃતકની ઓળખ બાકી છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત ત્રણ લોકોની લાશ બહાર કાઢી છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ નથી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે.

અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બૂમરાણ મચાવી હતી. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સામેની તરફથી આવી રહેલી કાળા કલર GJ03 MR 4783 નંબરની કિયા સેલ્ટોસ કાર પૂરપાટ આવી હતી અને અચાનક કેનાલમાં ખાબકી ગઇ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ  ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.


Related Posts

Load more