સિંગતેલના ભાવને લઇ મહત્વના સમાચાર આવી રહ્યા છે. દિવાળી પછી સિંગતેલના ભાવમાં ઘટોડો નોંધાયો છે. ભાવ ઘટતા હવે 15 કિલો ડબાનો ભાવ 2300 રૂપિયાએ પહોચ્યો છે. અંદાજે 40 રૂપિયાનો ઘટાડો ત્રણ દિવસમાં જોવા મળ્યો છે. દિવાળીથી અત્યાર સુઘીમાં સિંગતેલમાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ભાવ ઘટવાનું મુખ્યા કારણ મગફળીના પાકનું સારુ ઉત્પાદન છે.
છેલ્લા ચાર વર્ષમા સિંગતેલના ભાવ પર નજર કરીએ તો 2021ના નવેમ્બર મહિનામાં 2300 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો જે પછી ઓગષ્ટ 2022માં સૌથી વધુ 3200 રૂપિયા થયો હતો ત્યાર પછી એક વર્ષ પછી 3100 રૂપિયા નોંઘાયો હતો અને ત્યારથી એક વર્ષમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલના ડબાનો ભાવ સપ્ટેમ્બર મહિનામાં 3 હજાર અને ઓક્ટોમ્બર મહિનામાં 2900 રૂપિયાએ પહોંચ્યો હતો સિંગતેલના ભાવમા ઘટાડો જોતા ગૃહણીઓમા બજેટમા રાહત જોવા મળી હશે. મગફળીનુ સારુ ઉત્પાદન થતા સરકારે નાફેડ હસ્તકની મગફળીનું વેચાણ કર્યુ છે તો બીજી તરફ ખેડૂતોએ પણ ઉત્પાદન થયેલ મગફળીનુ વેચાણ કરતા ભાવ ઘટયો છે. કપાસિયા તેલનો ભાવ 2200 અને સોયાબીન તેલનો ભાવ 2250 તેમજ સનફ્લાવર તેલનો ભાવ 2050 હાલ ચાલે છે.