Liquor Party in Ahmedabad: અમદાવાદના વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ વિસ્તારમાં આવેલા એનઆરઆઇ ટાવરમાં વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડીને દારૂની પાર્ટી કરી રહેલી બે યુવતી અને ત્રણ યુવકોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા. એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીના કારણે સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસે દરોડો પાડ્યો હતો.
સેલવાસમાં રહેતી યુવતીએ એપાર્ટમેન્ટમાં મકાન ભાડે રાખ્યું હતું
વસ્ત્રાપુર પોલીસનો સ્ટાફ શનિવાર રાતના સમયે પેટ્રોલીંગમાં હતો ત્યારે પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યો હતો કે જજીસ બંગ્લોઝ વિસ્તારમાં આવેલા એનઆરઆઇ ટાવરના એક ફ્લેટમાં કેટલાંક લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્રણ યુવકો અને બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પુછપરછમાં તેમના નામ ચેતન કોમ્પેલા (રહે. શિલ્પ રિવાન્તા એપાર્ટમેન્ટ,શેલા), કલ્પીત ઠક્કર (રહે. અમી અંખડ આનંદ સોસાયટી,સીટીએમ), રોશની ગોયન્કા, પ્રિતી અગ્રવાલ અને લક્ષ્મી કોયા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રિતી અગ્રવાલ, રોશની અને લક્ષ્મી કોયાએ ભાડાના ફ્લેટમાં રહેતા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.