ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત

By: nationgujarat
04 Feb, 2025

Uniform Civil Code: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે.  પત્રકાર પરિષદ સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે ‘ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. કોમન સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.’ 5 સભ્યોની કમિટિ 45 દિવસમાં રિપોર્ટ આપશે ત્યાર પછી વિઘાનસભામાં રજૂ કરવાામાં આવશે.

યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.


Related Posts

Load more