Gujarat સરકારે નવી 9 મહાનગરપાલિકામાં સીમાંકન કર્યું જાહેર

By: nationgujarat
16 Jul, 2025

રાજ્ય સરકારે નવરચિત નવ મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કર્યું છે. નવી ઘોષિત થયેલ તમામ 9 મનપામાં 13 વોર્ડ અને 52 બેઠકોનું ગઠન કરવામાં આવ્યું છે. જૂની 6 અને નવી 9 મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે, જેમાં લાખો મતદારો પોતાનો પ્રતિનિધિ પસંદ કરશે. રાજકીય દ્રષ્ટિએ મહત્વ ધરાવતી મનપા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે.શહેરોના વિકાસ અને વસ્તીજના વિસ્તારને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોને સમાવિષ્ટ કરીને સીમાંકન નક્કી કરાયું છે, જ્યારે નવા શહેરો નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી મહાનગરપાલિકા તરીકે ઘોષિત થયા છે, ત્યારે નડિયાદ, મહેસાણા, આણંદ, ગાંધીધામ અને મોરબીને પણ મનપા તરીકે રજૂ કરીને તેનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 8 મહાનગરપાલિકા કાર્યરત !
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ ૦8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવેલી છે.


Related Posts

Load more