ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત થશે, બંને દેશોએ ટ્રેડ કરવો જોઈએ’, ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

By: nationgujarat
16 Jun, 2025

વર્તમાન સમયમાં ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભારેલા યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી હુસેની ખામેનેઈ (Ali Hosseini Khamenei)ની હત્યા કરવાનું ષડયંત્ર રચાયું હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે. ઈરાઝયેલે ખામેનેઈની હત્યા કરવાની યોજના ઘડી હોવાનું સામે આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) યોજના પર રોક લગાવી દીધી હોવાની વાત પણ સામે આવી છે. સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ કહ્યું કે, ‘શું ઈરાનીયોએ અત્યાર સુધીમાં કોઈ અમેરિકનોને માર્યા છે? નહીં… તો પછી જ્યાં સુધી આવું ન થાય, ત્યાં સુધી આપણે ઈરાનના રાજકીય નેતૃત્વને નિશાન બનાવવાની વાત પણ નહીં કરીએ.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે ઈરાન અને ઈઝરાયલે ભારત અને પાકિસ્તાનની જેમ જ ટ્રેડ સોદો કરવો જોઈએ. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત થશે! ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સત્ય સોશિયલ પર આ વાતો લખી છે.

ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન અને ઈઝરાયલે સોદો કરવો જોઈએ, અને તેઓ સોદો કરશે, જેમ મેં ભારત અને પાકિસ્તાન સાથે કર્યો હતો. તે કિસ્સામાં, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપારનો ઉપયોગ બે સારા નેતાઓ સાથે વાતચીતમાં તર્ક, સંવાદિતા અને સમજદારી લાવવા માટે થઈ શકે છે જેઓ ઝડપથી નિર્ણયો લેવા અને રોકવામાં સક્ષમ હતા!’

ટ્રમ્પે કહ્યું, ‘મારા પહેલા કાર્યકાળ દરમિયાન, સર્બિયા અને કોસોવો ઘણા દાયકાઓથી એકબીજા સાથે ઝઘડામાં હતા, અને આ લાંબા સમયથી ચાલતો સંઘર્ષ યુદ્ધમાં ફેરવા માટે તૈયાર હતો. મેં તેને અટકાવ્યું (બાઈડેને કેટલાક ખૂબ જ મૂર્ખ નિર્ણયો સાથે લાંબા ગાળાની સંભાવનાઓને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ હું તેને ફરીથી ઠીક કરીશ!).’

ટ્રમ્પે કહ્યું, “બીજો કિસ્સો ઇજિપ્ત અને ઇથોપિયાનો છે, અને ભવ્ય નાઇલ નદીને અસર કરી રહેલા વિશાળ બંધ પર તેમની લડાઈ. મારા હસ્તક્ષેપને કારણે, ઓછામાં ઓછું હમણાં માટે, શાંતિ છે, અને તે એ જ રીતે રહેશે! તેવી જ રીતે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ થશે! હાલમાં ઘણા બધા ફોન કોલ્સ અને મીટિંગ્સ થઈ રહ્યા છે. હું ઘણું કામ કરું છું, અને ક્યારેય કોઈ પણ વસ્તુનો શ્રેય લેતો નથી, પરંતુ તે ઠીક છે, લોકો સમજે છે. મધ્ય પૂર્વને ફરીથી મહાન બનાવો!”

એવું નથી કે ઈરાન અને ઈઝરાયલ શરૂઆતથી જ એકબીજાના દુશ્મન રહ્યા છે. હકીકતમાં, 1979 પહેલા, ઈરાન અને ઈઝરાયલની શાહી સરકાર વચ્ચે સારા સંબંધો હતા અને બંને વચ્ચે તેલ વેપાર અને ગુપ્ત લશ્કરી સહયોગ પણ હતો. પરંતુ 1979 ની ઈરાની ઈસ્લામિક ક્રાંતિ પછી, આયાતુલ્લાહ ખોમેનીના નેતૃત્વ હેઠળની નવી સરકારે ઈઝરાયલને ગેરકાયદેસર યહૂદી રાજ્ય માન્યું અને તેની સામે પ્રતિકૂળ નીતિ અપનાવી. ઈરાને પેલેસ્ટિનિયન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO) અને અન્ય ઈઝરાયલ વિરોધી જૂથોને ટેકો આપવાનું શરૂ કર્યું, જેના પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ.

ઈરાની સરકાર માને છે કે ઈઝરાયલે પેલેસ્ટાઇનની ભૂમિ પર કબજો કરી લીધો છે. તેથી જ ઈરાને ઈઝરાયલનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તે જ સમયે, ઈઝરાયલ તેના અસ્તિત્વ અને સર્વોપરિતા માટે લડી રહ્યું છે. ઈઝરાયલ માને છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી શકે છે, જે તેના માટે ખતરો બની શકે છે. જૂન 2025 માં, ઈઝરાયલે ઈરાનના પરમાણુ થાણાઓ પર હુમલો કર્યો અને ઈરાનનો “ટ્રુ પ્રોમિસ 3” મિસાઈલ હુમલો, જેણે આ સંઘર્ષને વધુ ગાઢ બનાવ્યો.


Related Posts

Load more