કોઇ પણ સરકાર કે ગુંડાઓથી દુખી થતા હોય તો પ્રજા શક્તિ પાર્ટીનો સંપર્ક કરવા શંકરસિંહની હાંકલ

By: nationgujarat
23 Dec, 2024

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ બાદ નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા આગેવાનો દ્વારા નવી પ્રજા શક્તિ પાર્ટી બનાવવામાં આવી છે. ત્યારે ગત રોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરાયું હતું. જેમાંપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે પદ ગ્રહણ કર્યું. તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે. અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં શકંરસિંહ વાઘેલાએ જાણવ્યું હતું કે જનતાને દુખમાથી ઉગારવા પ્રયત્ન કરવાનો છે. ડર અને ભય ન રાખે. ગુજરાતના કોઇ પણ ખેણામા રહેતા વ્યક્તિએ સરકાર કે બદમાશો કે ગુંડાઓથી દુખી થતા હોય તો પાર્ટીનો સંપર્ક કરજો અડઘી રાતે શંકરસિહ બાપુ મળશે. તમે કોઇ ચિંતા ન કરતા.

બાપુએ વધુમાં કહ્યુ કે કેટલા ક લોકો કહેતા હતા કે તને ઉઠાવી લઇશ તારા ઘરે આમ તેમ કરી નાખીશ આયો તો ખરો. આ મહત્વનું છે કે હું તમને હિંમત આપવા માગુ છું સરકાર અમને જેટલો ત્રાસ આપવો હોય ભલે આપે પણ જનતાને ત્રાસ ન આપે જે મતદારો છે કે જેમના લીધે સરકાર ચાલે છે જેના લીધે દિલ્હીની સરકાર આવી હોય એને તમે શા માટે ડરાવો છો. જનતાના ટેક્ષથી બધુ તંત્ર ચાલે છે. લાખો કરોડ રૂપિયાની જાહેરાત સરકાર આપે છે એ ક્યાથી આવે છે જનતાના ટેક્ષ જીએસટીના રૂપિયા છે. આપણા બાપા કે માજી ગુજરી ગયા હોય અને છાપામા બેસણાની જાહેરાત આપવાની હોય તો પણ સેન્ટીમીટર માપીએ છીએ કે ઉભો રહે તુ થોડુ ઓછુ કર અરે આપણા બાપાના રૂપિયાથી છાપામા બેસાણી જાહેરાત આપવાની હોય તો વિચાર કરીએ છીએ આ તો રોજ કરોડોની જાહેરાત આપે છે. તમામ વર્ગો દુખી છે

અમારો અનુભવ ખરાબ હોય તો સાથે ન આવતા

બાપુએ સંબોધનમા ટોણા માર્યો કે અમારો અનુભવ ખરાબ હોય તો સાથે નહી આવવાનું. ક્યારેય તમને અમારા વિષે ખરાબ અનુભવ થાય તો ભુલનું પુનરાવર્તન ન કરતા. પણજો સારો અનુભવ થાય તો બધુ પડતુ મુકીને તમારા માટે આવજો. આખા દેશમા હું એકલો જ છું મારી  ઉમરનો અનુભવી માણસ ગુજરાતમા કે દેશમા તમને કોઇ નહી મળે જેને બધા પ્રકારના અનુભવ કર્યા હોય. મારે કશુ જોઇતુ નથી મારે તો આપવુ જ છે.

પક્ષ બદલતા શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર એક નજર કરીએ તો, 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી.


Related Posts

Load more