વટવામાં રહેતા યુવકે નાના ભાઈના લગ્ન નક્કી થતાં ઓળખીતા જ્વેલર્સ પાસે દાગીના બનાવાનો ઓર્ડર આપ્યો હતો અને રૃા.૮૨.૩૧ લાખ ચૂકવ્યા હતા. લગ્ન નજીક આવ્યા આવતા ઘોડાસર ખાતે દુકાને તપાસ કરતા દુકાન બીજાને વેચીને નાસી ગયા હતા, જો કે દાગીના આપવાના બદલે ધમકી આપી કે દાગીના માંગશો તો જાનથી જશો બરબાદ કરી નાખીશું. આ બનાવ અંગે બનાવ વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘોડાસરમાં ચાર વર્ષે દાગીના આપવાના બદલે ધમકી આપી નાણાંની માંગણી કરવી નહી નહીતર જાનથી જશો, બરબાદ કરી નાંખીશ : વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
વટવામાં રહેતા અને ખાનગી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં ઘોડાસરમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે તેમના નાનાભાઈની સગાઈ થઇ ગયા બાદ ૨૦૨૨માં લગ્ન લેવાનું નક્કી થયું હતું. જેથી પરિચીત મિત્રના બાલાજી જ્વેલર્સના આરોપી સોનીને દાગીના બનાવવાનો ઓર્ડર ૨૦૨૧માં આપ્યો હતો. એટલું જ નહી ટુકડે ટુકડે કુલ રૃા. ૮૨.૩૧ લાખ પણ ચૂકવ્યા હતા.
નાના ભાઈના લગ્ન નજીક આવતા હોવાથી દાગી અંગે વાત કરતા આરોપીઓએ હમણાં થોડા દિવસમાં દાગીના બનીને આવી જશે એટલે ઘરે આવીને તમને આપી દઈશું તેવી વાતો કરી હતી. લગ્ન નજીક આવતાં દુકાને તપાસ કરતાં દુકાન બીજાને વેચીને નાસી ગયા હતા, જો કે દાગીના આપવાના બદલે ધમકી આપી કે દાગીના માંગશો તો જાનથી જશો બરબાદ કરી નાખીશું. આ ઘટના અંગે બનાવ વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.