રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસમાં જે બદલાવની વાત કરવામાં આવી હતી તેની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠનમાં ધરખમ ફેરફાર માટે એઆઈસીસી સક્રિય બની છે. એઆઇસીસસી પ્રમુખે સંગઠન સર્જન અંભિયાન અંતર્ગત નિરિક્ષકોની જાહેરાત કરી છે.
183 નિરીક્ષકો જાહેર કરાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસમાં એઆઇસીસીના ૪૩ નિરિક્ષક અને સાત સહાયક નિરિક્ષકોની જાહેરાત કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો જાહેર કરાયા છે. એઆઇસીસીના એક નિરીક્ષક સાથે ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષકની ટીમ બનશે. ખાસ વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહિત યુવા અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ નામોના લિસ્ટ સાથેની માહિતી જાહેર કરવામાં આવી છે. નિરિક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે બપોરે ૩ કલાકે મોડાસા ખાતે મળશે. આ સમયે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે.
નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસા મળશે
ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં જણાવાયું કે, કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ઝુંબેશ હેઠળ ગુજરાત માટે AICC અને PCC નિરીક્ષકોની નિમણૂકને મંજૂરી આપી છે. AICC નિરીક્ષકોને જિલ્લા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા પર દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવે છે. AICC ઓબ્ઝર્વર સાથે ચાર પીસીસી નિરીક્ષકોનું જૂથ 41 જિલ્લા કોંગ્રેસ સમિતિઓમાંની દરેકને સોંપવામાં આવશે. AICC ઓબ્ઝર્વર જૂથના કન્વીનર હશે. ગુજરાતને પહેલાથી જ સોંપાયેલ ચાર AICC સચિવો પોતપોતાના ઝોનમાં કવાયતનું સંકલન કરશે. તમામ નિરીક્ષકોની પ્રથમ બેઠક મંગળવાર, 15મી એપ્રિલ 2025ના રોજ બપોરે 3:00 વાગ્યે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં યોજાશે.
15-16 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતમાં હશે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસાની મુલાકાતે આવશે. આગામી 15 અને 16 એપ્રિલ બે દિવસ મોડાસામાં આયોજિત કાર્યક્રમ રાહુલ ગાંધી હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમનને લઈ જિલ્લા કોંગ્રેસ સંગઠનના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે. બૂથ લેવલ મજબૂત કરવા અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાનો રાહુલ ગાંધી પ્રયાસ કરશે. કૉંગ્રેસ નેતાઓએ દ્વારા કાર્યક્રમ સ્થળ શોધવા માટે કવાયત હાથ ધરાઈ છે.