ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ દાખલ , હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ

By: Krunal Bhavsar
12 Jul, 2025

Gambhira Bridge Tragedy: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઘટનાના 3 દિવસે આખરે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ અને સરકાર દ્વારા તપાસ કરાશે.

વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મુજપુર અને આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહી નદી પરના બ્રિજનો 9 જુલાઈએ સવારે ત્રીજાથી ચોથા પીલર વચ્ચેનો સ્પામ અચાનક તૂટી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 20 થયો છે, ત્યારે ગંભીર બ્રિજ દુર્ઘટના મામલે સરકારે કેટલાક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે દોષિત છટકી ન જાય તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેક વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.’


Related Posts

Load more